Aapnu Gujarat
ગુજરાત

તેમના એજન્ડામાં શું છે તે અંગે ખુલાસો કરવા રાહુલને પડકાર અમિત શાહ

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ રાજયમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસમા છે જ્યાં આજે માંડવી અને મહુવા ખાતે જાહેરસભાને સંબોધતા કહ્યુ કે,લોકોએ નકકી કરવાનુ છે કે આગામી પાંચ વર્ષ માટે સુકાન કઈ પાર્ટીને સોંપવુ છે તેમણે ગુજરાતમા ભાજપના કાર્યકરો દ્વારા કરવામા પ્રચારને લઈને કહ્યુ કે,આ કાર્યકરો પ્રધાનમંત્રીનો સંદેશ લઈને નીકળ્યા છે ચૂંટણી માટે કોઈ એજન્ડા હોવો જોઈએ. તમારી પાસે રાહુલ કે કોંગ્રેસવાળા આવે તો તેમને તેમનો એજન્ડા શુ છે એ પુછજો.હજુ સુધી તેમને તેમનો એજન્ડા શુ છે એ જ ખબર નથી.ભાજપ રાજયના ૬.૫ કરોડ લોકોના આશીર્વાદ સાથે વિકાસના એજન્ડાને લઈને મેદાનમા ઉતર્યો છે.કોંગ્રેસ એ જાતિવાદી ઝેર ફેલાવી રહી છે જયારે ભાજપ વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી લડી રહી છે.રાહુલ ગાંઘી પુછતા હતા કે,સાડાત્રણ વર્ષમા શુ કર્યુ દરરોજ એક ટવીટ કરતા હતા આજે પણ એક ટવીટ કર્યુ છે.અમે બધી ટવીટનો જવાબ આપીશું.પરંતુ આ બધા ટવીટ તે કાગળ હાથમા લીધા વગર મોંઢે બોલી બતાવે.તેમણે કહ્યુ કે,રાહુલે પાંચ વર્ષનો હિસાબ માગ્યો છે.તેમને મારે કહેવુ છે કે,ભાજપ જયારે પણ ચૂંટણી મેદાનમા જાય છે પાંચ વર્ષનો હિસાબ લઈને જાય છે.૧૦ વર્ષની મનમોહન સરકારે ગુજરાત માટે શુ કર્યુ એનો હિસાબ તમે લોકોને આપો.વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતના અનેકપ્રશ્નો હલ કરી ગુજરાતને ન્યાય અપાવ્યો છે.નર્મદા યોજનામા પણ કોંગ્રેસ દ્વારા વર્ષો સુધી રોડા નાંખવામા આવ્યા.મોદી સરકારે ગુજરાતને અટકાવી રાખવામા આવેલી ઓઈલ અને ગેસની રૂપિયા ૮૦૦૦ કરોડની રોયલ્ટી મંજુર કરી દીધી છે.૧૦૦૦ કિ.મી.ના રાજમાર્ગો આપ્યા,બુલેટટ્રેનની સાથે નવી ૩૩ ટ્રેનો આપી,ઈન્ટરનેશનલ એરપોર્ટ આપ્યુ,રાજયની ગ્રાન્ટમા વધારો કર્યો,૧૪ મા નાણા પંચમાં ગુજરાત માટે ૧,૪૮,૦૦૦ કરોડની જોગવાઈ કરવામા આવી છે.જે આ અગાઉ કોંગ્રેસના શાસનમા ૧૩મા નાણાપંચ સમયે ૬૩૦૦ કરોડ હતા.અમેઠીના ૧૩૬૭૨ યુવાનો રોજગારી માટે સ્થાયી થયા છે.અમેઠીની કલેકટર કચેરીનુ ભૂમિપૂજન હમણા કરાવીને આવ્યો છુ.તેમણે ઉત્તરપ્રદેશના આવેલા પરિણામો અંગે પ્રતિક્રીયા આપતા કહ્યુ કે,કોંગ્રેસનુ એકપણ નગરપાલિકામા ખાતુ ખુલવા પામ્યુ નથી.કોંગ્રેસના નેતાઓ ગુજરાતમા આવી જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે.ગુજરાત સરકારે ૨૦૦૨થી ૨૦૧૪ દરમિયાન આદિવાસી કલ્યાણના અનેકકાર્યો કર્યા છે.વનબંધુ યોજના હેઠળ ૬૭,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.તુષાર ચૌધરીએ ૧૫ વર્ષમા કેટલી રકમ ખર્ચ કરી એમ તેમણે પ્રહાર કર્યો હતો.વડાપ્રધાને વિદેશમા દેશનુ સન્માન વધાર્યુ છે.સર્જીકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરી તેમણે રાહુલ ઉપર પ્રહાર કરતા કહ્યુ કે,રાહુલ એના પ્રુફ માંગે છે.ચિદ્મબરમ પર પ્રહાર કરતા તેમણે કહ્યુ કે,તેમને ખબર નથી કે ગુજરાત અને દેશના લોકોને કાશ્મીર જાનથી પણ વહાલુ છે.તેમણે લોકોને ૧૫૦થી વધુ બેઠક ઉપર ભાજપને વિજયી બનાવવા અપીલ કરતા કહ્યુ કે આમ થવાથી ઈટલીમા કરંટ લાગશે

Related posts

ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજનાનો ૨૩મી સપ્ટેમ્બરથી શુભારંભ

aapnugujarat

રાજ્યમાં મામલતદારની સામૂહિક બદલી-બઢતીકરાઇ

aapnugujarat

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1