Aapnu Gujarat
ગુજરાત

અલ્પેશ ઠાકોર દ્વારા જાહેરસભા દરમિયાન યુવતીને ૫૦૦ રૂપિયા અપાતા વિવાદ

કોંગ્રેસના રાધનપુર બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોર ફરી એક વખત વિવાદમાં ફસાઈ ગયા છે આ વખતે ભાજપ દ્વારા એવો આક્ષેપ કરવામા આવ્યો છે કે,આચારસંહિતાનો અમલ હાલ ચાલુ હોવાછતાં તેણે યુવતીને જાહેરમાં ૫૦૦ રૂપિયા આપ્યા હતા.આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે,એક જાહેરસભા દરમિયાન અલ્પેશ દ્વારા યુવતીને જાહેરસભામા ૫૦૦ રૂપિયા આપવામા આવ્યા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.સાંતલપુર તાલુકામા પ્રચાર કરી રહેલા અલ્પેશ ઠાકોર દ્વારા ચાંલ્લો કરવા આવેલી યુવતીને ૫૦૦ રૂપિયાની નોટ ખિસ્સામાંથી કાઢીને આપી હોવાનો વિડિયો પણ વાયરલ કરવામા આવ્યો છે.જો કે અલ્પેશ દ્વારા માત્ર એક જ યુવતીને રૂપિયા આપવામા આવ્યા હતા.આ ઉપરાંત અલ્પેશ ઉપર એક બીજો પણ આરોપ મુકવામા આવ્યો છે કે જેમાં તેના દ્વારા શાળાના બાળકોને કોંગ્રેસના ખેસ પહેરાવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.કેન્દ્ર ચૂંટણીપંચની ટીમ ગુજરાતની મુલાકાતે છે એવા સમયે પંચ અલ્પેશ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામા આવે છે એ જોવુ રહ્યું.

Related posts

મુખ્યમંત્રી રૂપાણી સહિત બધાં સભ્યનાં હોદ્દા-ગુપ્તતાનાં શપથ

aapnugujarat

અમદાવાદી કરોડો રૂપિયાનું ઉંધીયુ-જેલીબી ઝાપટી ગયા

aapnugujarat

કાંઠાના વિસ્તારોમાં તબીબી સેવા ઉપલબ્ધ બનાવવા માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1