Aapnu Gujarat
ગુજરાત

હાથમાંથી મોબાઇલ ઝુંટવી જતા બે યુવક પકડાયા

શહેરના વિવિધ વિસ્તારોમાં એકલદોકલ જતા લોકોના હાથમાંથી મોબાઇલ ઝુંટવીને મોટરસાયકલ પર નાસી છૂટવાના નોંધાયેલા સંખ્યાબંધ બનાવો સંદર્ભે ક્રાઇમબ્રાંચની એન્ટી પ્રોપર્ટી સ્કવોડની ટીમે બે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે અને તેઓની પાસેથી ચોરીના કુલ ૧૪ મોબાઇલ જપ્ત કર્યા છે. એટલું જ નહી, ક્રાઇમબ્રાંચે બંને આરોપી યુવકની કડક પૂછપરછ હાથ ધરી તેઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં આચરેલા આવા ૧૯ ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે. શહેર ક્રાઇમબ્રાંચની એન્ટી પ્રોપ્રર્ટી સ્કવોડના અધિકારીઓએ બાતમીના આધારે શહેરકોડટા પાસેથી હરીભાઇ ગોદાણીના દવાખાના પાસેથી આરોપી જાફર ઉર્ફે ચીકુ અબ્દુલસત્તાર અબ્દુલરહેમાન શેખ(ઉ.વ.૨૦)(જમાલપુરીની ચાલી, સરસ્વતી સ્કૂલની બાજુમાં, સરસપુર) અને તૌફીક સલીમભાઇ શેખ(ઉ.વ.૧૯)(રહે. ૨૦૦૬, ઇન્દિરા આવાસ યોજના, અસલાલી)ને રંગેહાથ ઝડપી લીધા હતા. ક્રાઇમબ્રાંચે બંને આરોપી યુવકોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેઓએ અત્યારસુધીમાં શહેરના બાપુનગર, ગોમતીપુર, કાગડાપીઠ સહિતના જુદા જુદા વિસ્તારોમાં મોબાઇલ ચોરીના આ પ્રકારના કુલ ૧૯ ગુનાઓ આચર્યા હતા. પોલીસે તેઓની પાસેથી ચોરીના ૧૪ નંગ મોબાઇલ પણ જપ્ત કર્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીઓ આ પ્રકારની ચોરી કરવા ટેવાયેલા અને રીઢા હોવાની હકીકત પણ સામે આવી હતી. ક્રાઇમબ્રાંચે બંને આરોપી યુવક વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

बारिश का सर्वत्र विराम : ३८ तहसीलों में बारिश

aapnugujarat

૨૦૨૨ સુધી કચ્છને પાણી સમસ્યાથી મુક્ત કરીશું : રૂપાણી

aapnugujarat

અમદાવાદમાં માલધારી યુવા ક્રાંતિ સભામાં હોબાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1