Aapnu Gujarat
ગુજરાત

જીએસટીનાં વિરોધમાં હાર્ડવેર મરચન્ટ એસોસિએશને પાળેલો બંધ

ગુડ્‌ઝ સર્વિસ ટેક્સ(જીએસટી)ના વિરોધમાં અમદાવાદ સહિત રાજયભરના કાપડ બજારો અને એપીએમસી માર્કેટીંગ યાર્ડ એટલે કે, અનાજ બજારોએ જડબેસલાક બંધ પાળ્યા બાદ આજે હાર્ડવેર મરચન્ટ એસોસીએશન દ્વારા સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો અને જીએસટીનો જોરદાર વિરોધ કરાયો હતો. હવે આવતીકાલે હીરાબજાર અને હીરાઉદ્યોગ ઠપ્પ થઇ જશે કારણે આવતીકાલે જીએસટીના વિરોધમાં હીરાબજાર હડતાળ પાડવાનું છે. આમ, જીએસટી સામેનો વિરોધ અને લડત વધુ ઉગ્ર બનતી જાય છે. એક પછી એક ઉદ્યોગો જીએસટી સામેની લડતમાાં જોડાતા જાય છે, જેને લઇ આગામી દિવસોમાં સરકારની મુશ્કેલી વધશે. તા.૧લી જૂલાઇથી જીએસટીનો અમલ થઇ રહ્યો છે ત્યારે જીએસટી એકટમાં પ્રવર્તતી વિસંગતતાઓ અને જટિલ ગૂંચવણોને લઇ કાપડ બજારના વેપારીઓ સહિતના અન્ય ઉદ્યોગજગતમાં પણ ભારે વિરોધ અને લડતનો માહોલ પ્રવર્તી રહ્યો છે. જીએસટીના લીધે નાના વેપારીઓને પેપરવર્ક અને ૩૬ રિટર્ન ભરવા સહિતની ઘણી હાલાકીનો સામનો અત્યારથી જ સતાવી રહ્યો છે. કાપડબજાર અને અનાજબજારની હડતાળ બાદ આજે હાર્ડવેર મરચન્ટ એસોસીએશન તરફથી જોરદાર હડતાળ પાડી જીએસટીનો ઉગ્ર વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. હાર્ડવેરની વિવિધ ચીજવસ્તુઓ પર ૨૮ ટકા જેટલો ઉંચો જીએસટી લાગુ કરવાના નિર્ણયનો હાર્ડવેર ઉદ્યાગના વેપારીઓ અને આગેવાનોએ જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો. હાર્ડવર મરચન્ટ એસોસીએશન તરફથી દરિયાપુર દરવાજા ખાતે આજે જીએસટીના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરાયા હતા. વેપારીઓએ ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, ૨૮ ટકા જેટલો ઉંચો ટેક્સ લાદવાના કારણે હાર્ડવેર ઉદ્યોગને મરણતોલ ફટકો પડશે અને ટ્રેડર્સોના શટર પડી જવાની ગંભીર દહેશત છે. હાર્ડવેર મરચન્ટ એસોસીએશનની આજની હડતાળ બાદ હવે જીએસટી સામેની લડત વ્યાપક અને ઉગ્ર બનતી જાય છે કારણ કે, આવતીકાલે હીરાબજાર હડતાળ પાડી જીએસટીનો જોરદાર વિરોધ કરશે. હીરાના વેપારીઓ દ્વારા રફ હીરા પર ૦.૨૫ ટકાનો દર યથાવત્‌ રાખવા માંગણી કરાઇ છે. આવતીકાલે હીરાના ટ્રેડીંગ તેમજ ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું કામકાજ ચાલુ રહેશે પરંતુ અમદાવાદ શહેરના ૩૦૦થી વધુ સહિત રાજયભરના ૧૦ હજાર જેટલા કારખાનાઓ બંધમાં જોડાઇ જીએસટીનો વિરોધ કરશે. હીરાઉદ્યોગના અગ્રણીઓએ વિરોધ કર્યો છે કે, જીએસટી અંતર્ગત આ ઉદ્યોગ પર ૧૮ ટકાનો ઉંચો ટેક્સ ઝીંકાવાથી હીરા ઉદ્યોગ કરબોજથી ટકી નહી શકે. તેની સીધી અસર જવેલરી અને અન્ય ઉદ્યોગ પર પણ પડશે.

Related posts

નવરંગપુરા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે હોટલ મેનેજર અને સિકયોરીટીની વિરૂદ્ધ ફરિયાદ

aapnugujarat

અનેક મુશ્કેલી બાદ સરદાર સરોવર ડેમ તૈયાર : મોદી

aapnugujarat

વિરમગામમાં સંત રવિદાસજીની જન્મ જયંતિની ઉજવણી કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1