Aapnu Gujarat
ગુજરાત

નરોડા વિસ્તારમાં પતિની પ્રેમિકાને પત્નિ અને  અન્ય પરિવારજનોએ ઢોર માર માર્યો

નરોડા વિસ્તારમાં પતિની પ્રેમિકાનું પત્ની અને પરિવારના અન્ય સભ્યોએ અપહરણ કરી છારાનગર લઇ જઇ ઢોર માર મારી બિભત્સ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. હુમલાનો ભોગ બનનાર પ્રેમિકાએ નરોડા પોલીસમથકમાં પોતાના પ્રેમીની પત્ની અને અન્ય પરિવારજનો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના નરોડા વિસ્તારમાં હરિદર્શન ચોકડી પાસે એક વિધવા તેના બે  પુત્રો સાથે રહે છે અને છૂટક મજૂરી તેમ જ ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. દરમ્યાન છારાનગરમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે મોન્ટુ વીમાનું કામ કરતો હોઇ વિધવાના સંપર્કમાં આવ્યો હતો અને વીમાના કામકાજમાં બંને વચ્ચે પ્રણયસંબંધ બંધાયા હતા. બંને અવારનવાર મળતા હતા અને છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ ચાલ્યો આવતો હતો. જો કે, છેલ્લા છ મહિના પહેલાં ધર્મેન્દ્રની પત્ની ઉર્વશી અને તેના પરિવારના સભ્યોને આ બાબતની જાણ થઇ જતાં અવારનવાર તેમના વચ્ચે તકરારો થઇ હતી. દરમ્યાન ગઇકાલે વિધવા તેના બે પુત્રો સાથે ઘેર હતી ત્યારે રાત્રે દસ વાગ્યાના અરસામાં ધર્મેન્દ્રની પત્ની ઉર્વશી, તેનો ભાઇ ઉત્તમ, તેના મામા શિવકુમાર ઇન્દ્રેકર, તેના ભાભી અને અન્ય માણસો તેના ઘેર આવ્યા હતા. ઉર્વશીએ તેના પતિની પ્રેમિકાને મારા પતિને કયાં સંતાડયો છે એમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. એ વખતે પ્રેમિકાના બે નાના પુત્રોએ તેની માતાને છોડાવવા વચ્ચે પડયા ત્યારે આવનાર માણસોએ તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. એ પછી ઉર્વશી અને તેના ભાભી પ્રેમિકાના વાળ પકડી ફલેટની નીચે લઇ જઇ ઓટોરીક્ષામાં બેસાડી છારાનગર ખાતે લઇ ગયા હતા અને ત્યાં એક મકાનમાં પૂરી ગડદાપાટુનો માર મારી બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેના મામા શિવકુમાર ઇન્દ્રેકરે પણ છરો કાઢી મોન્ટુની સાથે સંબંધ કટ કરી નાંખ, નહી તો, જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી.બાદમાં ઉર્વશીએ પોતાના બચાવ માટે કંટ્રોલમાં ફોન કરી તેના ઘરમાં ચોરી કરવા આવનારને પકડયા છે એમ કહી વિધવા પ્રેમિકાને સરદારનગર પોલીસના હાથે પકડાવી દીધી હતી પરંતુ વિધવાના પુત્રએ પણ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી અને બાદમાં વિધવા પ્રેમિકાએ નરોડા પોલીસમથકમાં પોતાના પ્રેમીની પત્ની અને તેના પરિવારજનો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

ભાજપ સરકારની બેદરકારી ગુજરાતના દરિયાકિનારાને ડ્રગ્સનો અડ્ડો બનાવ્યો : મોઢવાડિયા

editor

હિંમતનગરનાં ગ્રામ્ય વિસ્તારોમાં યુ.જી.વી.સી.એલ ની બેદરકારી આવી સામે

aapnugujarat

એમ.આર. શાહની સુપ્રીમના જસ્ટિસ તરીકે નિમણૂંક થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1