Aapnu Gujarat
ગુજરાત

ગોધરામા ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલતી એલસીબી પોલીસ

વિજયસિંહ સોલંકી, પંચમહાલ

પંચમહાલ જિલ્લાની ગોધરા એલસીબી પોલીસે ચોરી કરેલી ઇકોવાનમાં અન્ય કારના ચેચિસ નંબર અને એન્જિન
બદલીને તેનો ઉપયોગ કરવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે.એલસીબી પોલીસે આ મામલે છ જેટલા ઈસમોની અટકાયત કરીને ૮,૦૫,૦૫૦ લાખ રૂપિયાનો મૂદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.હાલમા આ પકડાયેલા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા ચોરી મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ ગૂનાનો ડીટેકટ કરવા માટે સૂચનાઓ આપી હતી.પંચમહાલ જીલ્લા પોલીસના એલ.સી.બીના પીઆઈ ડી.એન.ચુડાસમાને બાતમી મળી હતી કે.બે માસ પહેલા ગોધરા શહેરમાથી જૂદી જુદી જગ્યાઓ પરથી ઈકોગાડીઓની ચોરીઓ થયેલી હતી.આ ઇકોગાડીઓ ચોરી કરવામાં (૧) તૌફીક ઉર્ફ પેન્ટર બિસમીલ્લા(૨) સીરાજ મહમંદ હનીફ(૩) હસન ગુલજાર પઠાણ (૪) નાવેદ ઉર્ફ નીકુ પઠાણ સહિતના ભેગા મળીને ચોરીઓ કરીને ઇકોગાડી સંતાડી રાખીને તેઓના મિત્ર (૫)સોયેબ હૂસેન સૂઠીયા જે અમદાવાદ રોડ પર ગાડી રીપેરની દૂકાન ચલાવે છે.ત્યા આ પાચેય ઈસમો પુર્વ ચોરી લાવેલી ઈકો ગાડીઓના એન્જીન તથા ચેચીસ નંબર સહિત રજીસ્ટ્રેશન બદલવાની કામગીરી કરી રહ્યા હતા.જેમા એક ઇકો જુની ગાડી રાજેશકુમાર પટેલ રહે કશનપુર તા-મોરવા હડફ પણ લઇને આવ્યો હતો.તેમજ ગેરેજના માલિક સોયેબે અકસ્માત થયેલી ગાડી હરાજીમાં મેળવી હતી.જેમા અકસ્માત થયેલી ઇકોવાન તેમજ (૬) રાજેશ પટેલ લઇને આવેલા જુની ગાડીના એન્જીન તેમજ ચેચીસનંબરો બદલી ચોરી કરી લાવેલી ઇકો ગાડીમાં નાખીને જુની ગાડીના રજીસ્ટ્રેશન કાગળો પર ફેરવા અને ચોરી થયેલી ગાડીનો ઉપયોગ કરીને વેચવા માટેની કોશીષ કરવામા આવે તે પહેલા તેઓ ગોધરા એલસીબીના હાથે પકડાઈ ગયા હતા.એલસીબી પોલીસે ઇકોગાડી,એન્જીન,નંબર પ્લેટ, સ્પેરસ્પોર્ટ,અકસ્માત વાળી ગાડી ૮,૦૫,૦૫૦ લાખ રૂપીયાનો મૂદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સાથે અન્ય પણ ચોરીના ભેદ ઉકેલાયા છે.

Related posts

વીએચપી-એચએચપી વચ્ચે કાનૂની લડાઈ થાય તેવી વકી

aapnugujarat

Crocodile rescued from pond by Forest Department in Vadodara’s village

aapnugujarat

સિહોરનાં નેસડા ખાતે રોયલ્ટી વિનાના ૪ ડમ્પર જપ્ત

editor

Leave a Comment

UA-96247877-1