Aapnu Gujarat
ગુજરાત

સમગ્ર પરગણ વણકર સમાજ દ્વારા ઝુમ મિટિંગ યોજાઈ

વણકર સમાજનું સંગઠન ‘સમગ્ર પરગણા વણકર સમાજ’ દ્વારા આધુનિક ટેક્નોલોજીની કુટુંબ એપ પર સમાજ કલ્યાણના કાર્યોની અદ્યતન શરૂઆત કરેલ છે. કુટુંબ એપમાં ૧૩ હજારથી પણ વધુ મહાનુભાવો, કલ્યાણકારીઓ, કેળવણીકારો, અભ્યાસુઓ, જાેડાયા તે બદલ તારીખ ૨૭-૦૬-૨૦૨૧ ના રોજ સમગ્ર પરગણા વણકર સમાજના પ્રમુખ શ્રી. ભીખાભાઈ એ મકવાણા દ્વારા સંગઠનના મહાનુભાવોના મંતવ્યો, સુધારાવાદી સૂચનો લેવાના હેતુથી ઓનલાઈન ઝૂમ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગના હોસ્ટ કુમારપાળ પરમાર (ઈતિહાસકાર) એ ઐતિહાસિક પ્રવચન સાથે મિટિંગની શરૂઆત કરી હતી અને વિદ્વાનો, મહાનુભાવો, અનુભવીઓ, અભ્યાસુઓના મંતવ્યોની નોંધ લીધી હતી.
મિટિંગમાં જાેધલપીર વંશજ પૂજ્ય લાલદાસ બાપુ ધોળકાથી ઓનલાઈન જાેડાયા હતા અને સમાજના કલ્યાણ માટે સુધારાવાદી સૂચનો કરતા જણાવ્યું હતું કે, સમાજ પ્રત્યેના નકારાત્મક વિચારને અભડાઈએ ચઢાવવા જાેઈએ અને હકારાત્મક વલણ અપનાવવું જાેઈએ.
મિટિંગમાં પ્રમુખ ભીખાભાઈ એ. મકવાણાએ સંગઠનનો પરિચય આપી દરેકને શુભેચ્છાઓ પાઠવી હતી. ઓનલાઈન ઝૂમ મિટિંગમાં સંગઠનના વિદ્વાનો એવા ડૉ. દિનેશ ચાવડા, શ્રી જીગ્નેશ કાપડીયા, શ્રી યોગેશ પરમાર – મુંબઈ, શ્રી. દિનેશભાઈ ચાવડા, શ્રી મગનલાલ, શ્રી મોહનભાઈ પરમાર, પીએચ.ડી., છાત્રા મયુરી રાઠોડ, શ્રી નરેન્દ્ર વાણિયા, શ્રી ચંન્દ્રવદન સુતરીયા, શ્રી હરીશભાઈ, શ્રી રાકેશ પરમાર, શ્રી ખેમચંદભાઈ પરમાર, શ્રી ભરતભાઈ પરમાર, શ્રી રમેશકુમાર પરમાર, શ્રી યોગેશ કુમાર, શ્રી કમલેશ પરમાર, નવસારીથી નરેશકુમાર વગેરે જેવા મહાનુભાવોએ પોતાના સુધારાવાદી સૂચનો આપ્યા હતા અને સમાજના કલ્યાણ માટે ઉમદાકાર્ય કરવા માટેની પૂર્તિ તૈયારીઓ કરતા નજરે ચઢ્યા હતાં.
(અહેવાલ :- જિજ્ઞેશ કાપડિયા, નંદાસણ)

Related posts

उल्टी-दस्त के मरीजों की संख्या में ४० प्रतिशत की वृद्धि

aapnugujarat

સુરતમાં રૂ.૪૬ લાખના ઘરેણા ભરેલા પાર્સલ ચોરાયા, સાથી કર્મચારીનું કૃત્ય

aapnugujarat

गुजरात सरकार ने राजद्रोह मामले में अल्पेश कथिरिया की जमानत रद्द करने का अनुरोध किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1