Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં રૂ.૪૬ લાખના ઘરેણા ભરેલા પાર્સલ ચોરાયા, સાથી કર્મચારીનું કૃત્ય

સુરતમાં આંગડિયા અને કુરિયર પેઢીની માઠી બેઠી હોય તેમ વારંવાર કર્મચારી પાસેથી લૂંટ, ચોરી સહિતના બનાવો બની રહ્યા છે. તેવી સ્થિતિમાં બહાર આવેલા આવા વધુ એક બનાવમાં પાર્સલ સર્વિસમાં કામ કરતા કર્મચારીને બાથરૂમમાં ગોંધી રાખી હિરા અને સોનાના રૂ.૪૬ લાખના ઘરેણા ભરેલા પાર્સલની ચોરી થયાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.આ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરતમાં ભવાનવડ વિસ્તારમાં આવેલ અંજલી પાર્સલ સર્વિસમાં કામ કરતો રાજુ નામનો કર્મચારી ગત તા.૨૨ ના રોજ ત્રણ પાર્સલ લઇને પોતાના ઘરે ગયો હતો. અહી દોઢ માસથી નોકરીએ લાગેલો રાજસ્થાનના લાલારામ સમાજી પ્રજા૫તિ પણ તેની સાથે ગયો હતો. પાર્સલ મુકીને રાજુ રૂમમાં ન્હાવા ગયો ત્યારે આ સમયનો ગેરલાભ ઉઠાવી લાલારામ નામનો શખ્સ બાથરૂમનો દરવાજો બંધ કરી રૂ.૪૬ લાખના હિરા અને સોનાના ઘરેણા ભરેલા ત્રણેય પાર્સલ ઉઠાવીને ફરાર થઇ ગયો હતો.આ પાર્સલમાં ધર્મા જ્વેલર્સના રૂ.૧.૨૫ લાખના હિરા, ક્લીસ જ્વેલર્સના રૂ.૪.૫૦ લાખના સોના અને હિરાના ઘરેણા તેમજ તાપ્તી જ્વેલર્સના રૂ.૩૬ લાખના હિરા અને સોનાના ઘરેણાનો સમાવેશ થાય છે. બનાવના ૫ગલે પેઢીના માલિક અશોક જેસાજી પ્રજા૫તિએ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Related posts

વિજાપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સીટના ઉમેદવારો એ ફોમ ભરી શ્રી ગણેશ કર્યા

editor

વાપીમાં કડીમાં આવેલી સર્વ વિદ્યાલયના છાત્રોએ સફાઇ કામગીરી કરી લોકોને સ્વચ્છતાનો પાઠ ભણાવ્યો

aapnugujarat

ધો.૧૦નો વિદ્યાર્થી અકસ્માત બાદ બ્રેઈન ડેડ, અંગદાનથી ચારને જીવનદાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1