Aapnu Gujarat
ગુજરાત

રેલી કરી હાર્દિકે, ખર્ચ ગણાયો કોંગ્રેસના ઉમેદવારોના ખાતામાં ! : સુરત ચૂંટણી તંત્રનું ૫ગલુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીવેળાએ પાસના કન્વીનર હાર્દિક ૫ટેલે સમગ્ર રાજ્યમાં રેલી અને સભાઓ કરી હતી. આ પૈકી સુરતમાં યોજાયેલી તેની રેલી અને સભાનો ખર્ચ પાંચ બેઠકના સ્થાનિક ઉમેદવારોના ખાતામાં ઉધારવામાં આવ્યો છે. સુરતના ચૂંટણી તંત્ર દ્વારા લેવામાં આવેલા આ ૫ગલા બાદ ઉમેદવારોએ પણ બચાવ કરીને આ ખર્ચ પોતાના ખાતામાં ન ગણવા રજુઆત કરી છે.
સુરતમાં વિધાનસભાની ચૂંટણી સમયે હાર્દિક ૫ટેલ દ્વારા ગત તા.૬ ના રોજ મહારેલી અને સભા યોજાઇ હતી. આ રેલીમાં સુરતની વરાછા, કતારગામ, કરંજ, કામરેજ અને ઉત્તર બેઠકના કોંગ્રેસના ઉમેદવારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સામાજિક અને શૈક્ષણિક હેતુ માટે મંજુરી લઇને યોજાયેલી આ રેલીમાં ઉમેદવારોનું અભિવાદન થતા સુરતના ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારોને આ ખર્ચ તેના ખાતામાં ગણવા માટે કારણદર્શક નોટીસો ફટકારવામાં આવી હતી. અબલત, ઉમેદવારોએ પોતાની રીતે કારણો રજુ કરીને ખર્ચ પોતાના ખાતામાં ન ગણવા રજુઆતો કરી હતી. ચૂંટણી અધિકારી દ્વારા રેલીના કૂલ ખર્ચ રૂ.૨.૧૪ લાખ ગણીને પાંચેય ઉમેદવારોના ખાતામાં સરખા હિસ્સે રૂ.૪૨ લેખે ઉધારવામાં આવ્યો છે. ચૂંટણી ખર્ચનો આ મુદ્દો સુરતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Related posts

બાપુનગરમાં રસ્તા પરના અડચણરૂપ દબાણો દુર કરાયા

aapnugujarat

अक्षरधाम हमले का मुख्य षड़यत्रकर्ता अजमेरी जेल में

aapnugujarat

મહિસાગરના ખેડૂત સાથે છ લાખની છેતરપીંડી કરનારી ઠગ ટોળકી ઝડપાઈ

editor

Leave a Comment

UA-96247877-1