Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએમ મોદી સૌથી લોકપ્રિય રાજનિતીક વ્યક્તિત્વ : સર્વે

વર્ષના અંતમાં ભાજપે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીમાં જીત હાંસલ કરી ભાજપ કોંગ્રેસ મુક્ત ભારતના સપના તરફ આગળ વધી રહ્યું છે. એક પછી એક રાજ્યમાં મળી રહેલા વિજય બાદ પીએમ મોદીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.દેશની કેટલીક સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં પીએમ મોદી સૌથી લોકપ્રિય રાજનિતીક શખ્સિયત બન્યા છે. સર્વે સાથે ભાજપે એક સાથે બે રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં મળેલી જીત પાછળ પીએમ મોદીની કાર્યશૈલીને મહત્વની ગણવામાં આવે છે.નોટબંધી અને બાદમાં જીએસટી જેવા નક્કર નિર્ણય પછી દેશભરમાં પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી છે. નોટબંધી બાદ યુપીમાં ભાજપની અગ્નિ પરીક્ષા થઈ હતી. પરંતુ યુપી વિધાનસભાની ચૂંટણીમાં ૩૦૦થી વધારે બેઠક પર જીત મેળવી હતી.જીએસટી બાદ પીએમ મોદીના હોમટાઉન એવા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે જીત મેળવી છે. કેન્દ્રમાં સત્તામાં રહી ભાજપ સરકાર કોંગ્રેસ મુક્ત અભિયાનને આગળ વધારવા માટે ૨૦૧૮માં પણ દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો કરવા માટે રણનીતિ ઘડી રહી છે.

Related posts

हरियाणा में बीजेपी ने संकल्प पत्र जारी किया

aapnugujarat

કોંગ્રેસના વિમાનમાં જ સવાર રહેશે પાયલટ

editor

આ ચૂંટણી પરિણામ જનતાના ગળે નથી ઉતરી રહ્યું : માયાવતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1