Aapnu Gujarat
ગુજરાત

વાપીમાં કડીમાં આવેલી સર્વ વિદ્યાલયના છાત્રોએ સફાઇ કામગીરી કરી લોકોને સ્વચ્છતાનો પાઠ ભણાવ્યો

એક તરફ વિદ્યાર્થીઓને ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે વાપીમાં વિદ્યાર્થીઓએ સફાઈ કામગીરી કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો છે.હાલ ઉનાળાનું વેકેશન ચાલતુ હોવાથી બાળકો રમત ગમતમાં મસ્ત હોય છે ત્યારે વાપીમાં બાળકોએ સ્વચ્છતાની અનોખી પહેલ હાથ ધરી હતી.
મહેસાણાના કડીમાં આવેલી સર્વ વિદ્યાલયના ૫૦ વિદ્યાર્થીઓએ અલગ અલગ ટીમ બનાવીને સફાઈ કામગીરી હાથ ધરી હતી. જેમાં તેઓ છેલ્લા ૧૦ દિવસથી સવારે સાતથી ૧૧ વાગ્યા સુધી શહેરના ગંદકીભર્યા વિસ્તારોમાં જઈને સફાઈ કરતા હતા. સાથે જ લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરતા હતા. નાના ભુલકાઓએ હાથ ધરેલી આ પહેલને લોકોએ આવકારી હતી.

Related posts

સિદ્ધપુરનાં વેપારીની ક્રુર હત્યા

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા અટવાઈ પડેલા પરપ્રાંતિયોને તંત્ર દ્વારા શરૂ કરેલા શેલટર હોમ આશીર્વાદરૂપ..

editor

સારથી-૪ સોફ્ટવેર સર્વરમાં ચેડાં અંગે કૌભાંડ સપાટી પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1