Aapnu Gujarat
ગુજરાત

૩ જાન્યુઆરીએ નક્કી થશે વિધાનસભાના વિ૫ક્ષી નેતા

એક તરફ ભાજ૫ની નવરચિત સરકારમાં સર્જાયેલો વિવાદ માંડ માંડ શમી રહ્યો છે, તેવી સ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસ દ્વારા વિધાનસભાના વિરોધ૫ક્ષના નેતાની ૫સંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આગામી તા.૩ ના રોજ મળનારી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં વિધાનસભાના વિરોધ૫ક્ષના નેતાની ૫સંદગી કરવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષનેતાની પસંદગીની કવાયત પણ કોંગ્રેસે શરૂ કરી છે. આગામી ત્રીજી જાન્યુઆરીએ કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક છે. આ બેઠકમાં વિપક્ષ નેતાની પસંદગી કરવામાં આવશે. આ બેઠકમાં નીરિક્ષક તરીકે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને જીતેન્દ્રસિંહ પણ આવશે. તેમની હાજરીમાં કોંગી ધારાસભ્યો વિપક્ષ નેતા તરીકે તેમના ધારાસભ્યોમાંથી એકની પસંદગી કરશે. જે અટકળો ચાલી રહી છે તે પ્રમાણે પરેશ ધાનાણી વિપક્ષ નેતાની રેસમાં સૌથી મોખરે છે.

Related posts

લીલી પરિક્રમા શ્રદ્ધાળુઓ પહોંચતા એક દિવસ વહેલી શરૂ કરી દેવાઈ

aapnugujarat

ગુજરાત : જીએસટીનો મુદ્દો નિર્ણાયક સાબિત થઇ શકે છે

aapnugujarat

રિક્ષાચાલકે કોન્સ્ટેબલ સાથે મારામારી કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1