Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ ઝુમ બરાબર ઝુમ ઝડપાયો : ગુન્હો દાખલ થયો

ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં છૂટથી દારૂ મળતો હોવાની વાતો જગજાહેર છે. સામાન્ય લોકો તો ઠીક રાત્રીના સમયે ખુદ કાયદાના રક્ષકો જ નશો કરેલી હાલતમાં ઝડપાતા હોવાના બનાવો વારંવાર સામે આવતા રહે છે. ત્યારે અમદાવાદના ઇસનપુર પોલીસ મથકનો કોન્સ્ટેબલ ૫ણ ગઇકાલે રાત્રે આવી રીતે જ ઝુમ બરાબર ઝુમ હાલતમાં ઝડપાતા તેની સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ નશાની હાલતમાં ફરજ પર જોવા મળ્યો. પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ઠાકોર મણિનગરમાં આવેલી એલ.જી. હોસ્પિટલમાં પોલીસ ટેબલમાં ફરજ બજાવે છે. ફરજ દરમિયાન હોસ્પિટલમાં જ તે નશાની હાલતમાં ઝડપાયો. એટલું જ નહીં.  મોડી રાત્રે દર્દીના પરિવાર સાથે અસભ્ય વર્તન કર્યું.. ત્યારે દર્દીના પરિવારજનોએ પોલીસના ઉપરી અધિકારીને જાણ કરી.. ત્યારે મણિનગર પોલીસે કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ઠાકોર સામે ફરજ દરમિયાન નશાની હાલતમાં ઝડપાતા ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી છે.

Related posts

કાંધલ જાડેજાને દોઢ વર્ષની કેદ

aapnugujarat

વિરમગામ શહેરમાં સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ દોશી નું ટુંકી માંદગી બાદ નિઘન

aapnugujarat

અમદાવાદનાં મોબાઈલ માર્કેટ મૂર્તિમંત સેન્ટરમાં આગ લાગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1