Aapnu Gujarat
ગુજરાત

લીલી પરિક્રમા શ્રદ્ધાળુઓ પહોંચતા એક દિવસ વહેલી શરૂ કરી દેવાઈ

ગિરનાર ક્ષેત્રમાં યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ ઘણું માનવામાં આવે છે. કોરોનાને કારણે બે વર્ષથી લીલી પરિક્રમમા સામાન્ય લોકો માટે બંધ રાખવામાં આવી હતી. જોકે, આ વખતે પહેલાની જેમ જ લીલી પરિક્રમા શરૂ કરવામાં આવી છે. આ પરિક્રમા માટે મોટી સંખ્યામાં લોકો ઉમેટ્યા હોવાને કારણે તેનો પ્રારંભ એક દિવસ પહેલા જ કરી દેવામાં આવ્યો છે. આજે વહેલી સવારે પાંચ કલાકે ઇટવા ઘોડી ગેટ ખોલીને આશરે બે લાખ લોકોએ પરિક્રમા શરૂ કરી છે. સામાન્ય રીતે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થતી હોય છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આજે સવારે પાંચ કલાકે લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમય પહેલા જ આવી જતા આ પરિક્રમાનો વહેલો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પરિક્રમા માટે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ જ છે. આ વખતે એક દિવસ પહેલા જ આ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવતા માનવામાં આવે છે કે, આ વખતે ભીડ નહીં થાય. આપને જણાવીએ કે, ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાં એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. બારસના દિવસે ભવનાથ તળેટીના દુધેશ્વરની જગ્યા રૂપાયતન ગેટ પાસેથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. ભાવિકો ઉત્તર દિશામાં પહાડો વટાવતાં અંદાજે સાડા ત્રણ માઈલ દૂર હસનાપુર કે જીણાબાવાની મઢીએ રાત્રી રોકાણ કરે છે. જે પછી કારતક સુદ તેરસના દિવસે આગળ વધીને માળવેલા કે જ્યાં સૂરજકુંડની જગ્યા છે, તેવા ગિરનારના ઉત્તર કિનારે પડાવ નાખીને ભાવિકો રાત્રી વિશ્રામ કરે છે. ચૌદશના દિવસે માળવેલાથી ઉપડી ગિરનારની પૂર્વમાં થઈ દક્ષિણ બાજુ બોરદેવીમાં પડાવ નાખવાનો હોય છે. અહીં બોરડી નીચે માતાજી બિરાજમાન છે, જ્યાં બારેમાસ પાણી રહે છે. આ જગ્યા કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાને કારણે, ભાવિકો અહીં પ્રકૃતિનો મન ભરીને આનંદ માણે છે. પૂનમના દિવસે સવારે બોરદેવીથી નીકળીને ભાવિકો ભવનાથ તળેટીમાં પરત ફરે છે. પરિક્રમાના રસ્તે અનેક ઉતારા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યારે કેટલાક ભાવિકો ઘરેથી જ કાચી સામગ્રી લઈને આવે છે અને જંગલમાં ભોજન બનાવી, વન ભોજનનો આનંદ માણે છે.

Related posts

कॉर्पोरेटरों को भी एएमटीएस के निःशुल्क पास चाहिए

aapnugujarat

ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનની જરૂર નથી : મુખ્યપ્રધાન

editor

ગુજરાત ચૂંટણી ફુગાવાની અસર : ખર્ચની મર્યાદામાં ૭૫ ટકા વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1