Aapnu Gujarat
ગુજરાત

મુંબઈથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનારને સારોલી પોલીસે ઝડપી પાડ્યા

સુરત શહેરમાં ડ્રગ્સ રેકેટને નાબૂદ કરવા સુરત શહેર પોલીસ ખૂબ જ અંગત રસ લઈ સક્રિય થઈ છે. ત્યારે શહેરમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ડ્રગ્સના કારોબારી અવનવા કીમિયાઓ પણ અજમાવી રહ્યા છે. તેમ છતાં તેઓના આ કીમિયા પોલીસ નાકામયાબ કરી રહી છે. સારોલી પોલીસે ૭૯ લાખથી વધુના ડ્રગ્સ સાથે શહેરમાં ઘૂસનાર યુવકને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસની નજરથી બચવા મુંબઈથી ડ્રગ્સ લાવનાર યુવક નિયોલ ચેકપોસ્ટ થી ચાલતો આવતો હતો તેમ છતાં પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.સાથે ડ્રગ્સ જેને આપવાનો હતો તેને પણ ડીટેઇન કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
સુરત શહેરમાં જે રીતે ડ્રગ્સનું નેટવર્ક વધી રહ્યું હતું. તેને કાબુમાં લાવવા અને નેટવર્ક જળમુળથી નાબૂદ કરવા જે રીતે પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે.તેને લઈ ડ્રગ્સ કારોબારીઓમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.આ બધાની વચ્ચે પણ ડ્રગ્સ કારોબારીઓ શહેરમાં ડ્રગ્સ ઘુસાડવા માટે અવનવા કિમીઓ અજમાવી રહ્યું છે. પરંતુ પોલીસની ચાપતી નજર આવા ડ્રગ કારોબારી પર સતત રહેતા તેઓના કીમિયાઓ નાકામયાબ કરી રહ્યું છે.વધુ એક મોટી સફળતા સુરત પોલીસને ડ્રગ્સ પકડવામાં મળી છે.પોલીસથી બચવા આ વખતે ડ્રગ્સ માફીયા દ્વારા અજીબ રીતે શહેરમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો. શહેરમાં સારોલી ચેકપોસ્ટ વટાવીને ડ્રગ્સના કારોબારીએ મેફેદ્રોન ડ્રગ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસથી બચવા આ યુવકે ચેકપોસ્ટ પહેલા ટ્રાવેલ માંથી ઉતરી ગયો હતો અને ત્યારબાદ બેગમાં ડ્રગ રાખી ચાલતો ચાલતો શહેરમાં ઘૂસી રહ્યો હતો. જેને લઇ પોલીસને કોઈપણ પ્રકારની શંકા ન જાય અને તે આસાની શહેરમાં પ્રવેશ કરી શકે પરંતુ પોલીસે બાતમીના આધારે તેની ઝડપી પાડ્યો હતો.સુરતની સારોલી પોલીસ દ્વારા બાતમીને આધારે સુરતના કડોદરા હાઇવે પરના નિયોલ પોલીસ ચેકપોસ્ટ પાસેના ત્રણ રસ્તા પાસેથી શહેરમાં એમ ડી ડ્રગ્સ ઘુસાડનાર મોહમ્મદ અહેમદ ઉર્ફે મોનુ ઇદ્રીશને ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી મોહમ્મદ અહેમદ ઈંદ્રિસ કાળા કલરની ટ્રાવેલિંગ બેગ લઈને જઈ રહ્યો હતો. દરમિયાન સારોલી પોલીસે તેને ઉભો રાખી પૂછપરછ કરતા અને તેની તપાસ કરતા તેની બેગમાંથી ૭૯૨ ગ્રામ જેની કિંમત ૭૯ લાખ ૨૦ હજારનું એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે પોતે મુંબઈનો રહેવાસી છે. મુંબઈ નલબજાર ખાતે રહેતા સેહબાજ નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો. અને સુરતમાં તેની ડિલિવરી કરવાનો હતો. જોકે સુરતમાં તે આ ડિલિવરી સફળતાપૂર્વક કરી શકે તે પહેલા જ સારોલી પોલીસે તેને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત શહેર પોલીસ કમિશનરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં ડ્રગ ઘુસાડનાર પર પોલીસની બાજ નજર રહે છે. કોઈપણ પ્રકારનું ડ્રગ્સનું નેટવર્ક સુરતમાં સફળ થવા દેવામાં આવશે નહીં. ત્યારે સારોલી પોલીસે શહેરમાં ડ્રગ્સ ઘુસાડનાર મોહમ્મદ અહેમદ ઇદ્રીશને ઝડપી પાડ્યા બાદ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આટલો મોટો ડ્રગ્સનો જથ્થો તે સુરતના આસિફ નામના વ્યક્તિને આપવાનો હતો.જેથી પોલીસે આસિફની પણ અટકાયત કરીને તેની સઘન પૂછપરછ હાથ ધરી છે.તે પેડલર છે કે પોતે ડ્રગ્સનો કારોબાર કરી રહ્યો છે.તે અંગે પૂછપરછ શરૂ કરી છે. તે અન્ય કોને કોને આ ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો. તેની પણ જીણવટ ભરી તપાસ હાથ ધરી છે.
સુરતના નવા પોલીસ મથકોની શરૂઆત થઈ તેમ હાલમાં જ સુરતના છેવાડા સારોલી પોલીસ સ્ટેશન નવનિર્મિત શરૂ થયું છે. ત્યારે તેના આટલા ઓછા સમયગાળામાં સુરત પોલીસના મહત્વપૂર્ણ ડ્રગ્સ અભિયાનમાં ડ્રગ્સ પકડવાની સારી કામગીરી કરી બતાવી છે.સરોલી પોલીસ દ્વારા આ બીજી વખત ડ્રગ્સ સામેની કમગીરી કરવામાં આવી છે. જેને લઇ આ વખતે સારોલી પોલીસની આ પ્રકારની કામગીરીને માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા વિશેષ પુરસ્કારીત કરવાની જાહેરાત કરી હતી. પોલીસ કમિશનર અજય લકુમાર તોમારે જણાવ્યું હતું કે સારોલી પોલીસ મથકનો સ્ટાફ અને તેના પી.આઈ જે રીતે કામગીરી કરી છે અને ડ્રગ્સ નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તે ખૂબ જ આવકારદાયક અને પ્રશંશાને પાત્ર છે. તેના માટે તેમને સ્પેશિયલ પુરસ્કારીત કરવામાં આવશે. તમામને પોલીસનું પ્રશંશાપત્ર આપીને પણ સન્માનિત કરવામાં આવશે.

Related posts

ગેરકાયદેસર પિસ્ટલ-કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો

editor

गुजरात मंे कीलर स्वाइन फ्लू से अधिक छह की मौत हुई

aapnugujarat

Chanakya Niti: આ આદતો માણસને ક્યારેય આગળ વધવા દેતી નથી, જાણો આજની ચાણક્ય નીતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1