Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા નગરપાલિકાની જનરલ બોર્ડની મિટીંગ યોજાશે

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

રાજ્યમા ગત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો હતો ત્યારે ચુંટણી બાદ તુરંત કોરોનાના લીધે લોકડાઉન-૨ આવતા કેટલીક નગરપાલિકા તથા તાલુકા અને જીલ્લા પંચાયતોમાં ભાજપના વિકાસના કામો સ્થગીત થયા હતા ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના કુલ ૯ વોડઁમા ૩૫ કોપોઁરેટરો ભાજપના અને માત્ર સમ ખાવા માટે એક કોગ્રેસના છે. ત્યારે સ્પષ્ટ બહુમતી સાથે બનેલી ધ્રાંગધ્રા નગરપાલિકાની બોડીનુ સવઁ પ્રથમ જનરલ બોડઁ આયોજન કરાયું છે. જેમા કુલ ૧૨૨ જેટલા મુદ્દાઓને આંલેખાયા છે. આવતી કાલે એટલે કે 30 જુનના રોજ સવારે ધ્રાંગધ્રા નગરપાલિકાનુ ચુંટણી બાદનું સવઁ પ્રથમ જનરલ બોડઁ શરુ થશે જેમા પ્રમુખ કલ્પનાબેન રાવલ, ઉપ પ્રમુખ રફીકભાઈ ચૌહાણ તથા કારોબારી ચેરમેન ગાયત્રીબા રાણાની અધ્યક્ષતામા જનરલ બોડઁ શરુ કરી ધ્રાંગધ્રાના વિકાસને ફરી વેગવંતુ બનાવવા જરુરી ખરડા પસાર કરી વિકાસ તરફ વધુ એક ડગલું ભરાશે.

Related posts

હડતાળ પર ઉતરેલા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ દ્વારા અમદાવાદમાં મહારેલી કાઢવામાં આવી

aapnugujarat

નવસારીમાં ૯ ઇંચ વરસાદ પડ્યો

aapnugujarat

ઘરેથી ઉપવાસ કરવા હાર્દિકની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1