Aapnu Gujarat
ગુજરાત

હડતાળ પર ઉતરેલા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ દ્વારા અમદાવાદમાં મહારેલી કાઢવામાં આવી

પંચાયત હસ્તકના મપહેવ, મપહેસુ, ફિહેવ, ફિહેસુ, લેબોરેટરી ટેકનિશીયન, ફાર્માશિષ્ટ સહિતના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે સહીતના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ૧૫ ફેબ્રુઆરીથી અચોક્કસ મુતદની હડતાળ ઉપર ઉતર્યા છે અને પોતાના કામથી અળગા રહ્યા છે. સોમવારે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ દ્વારા અમદાવાદ ખાતે આશ્રમ રોડ પરથી લાલ દરવાજા સુધી મહારેલી કાઢવામાં આવી હતી. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ત્રી સ્તરીય માળખાનો અમલ કરો, ૦ કીલોમીટર પીટીએ આપો, મિશન ગ્રેડ પે લઇને જ રહીશુ, મપહેવ કેડરના પ્રશ્નોનુ નિરાકરણ લાવો, ફિહેવ કેડરના પ્રશ્નોનુ નિરાકરણ લાવો, એલટી કેડરના પ્રશ્નોનુ નિરાકરણ લાવો, ફાર્મશિષ્ટ કેડરના પ્રશ્નોનુ નિરાકરણ લાવો જેવા સુત્રો લખેલા હાથમાં પ્લે કાર્ડ લઇને મહારેલીમાં જોડાયા હતા. આ ઉપરાંત હડતાળ પર ઉતરેલા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પુલવામામા આતંકવાદી હુમલા શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લાના પંચાયત હસ્તકના મપહેવ, મપહેસુ, ફિહેવ, ફિહેસુ, એલટી, ફાર્માસીસ્ટ જોડાયા હતા તેમ આંદોલન સાથે જોડાયેલા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યુ હતુ.

Related posts

અમદાવાદ રેલવે સ્ટેશને પહેલીવાર બેગેજ સેનિટાઈઝેશન અને રેપિંગ મશીન લગાવાયું, જાણો કેટલો હશે ચાર્જ

editor

તાપીમાં છ વિદ્યાર્થી ડૂબ્યાં : ચારનાં મોત

aapnugujarat

નવા પશ્ચિમ ઝોનમાં કુલ ૨૮ વાંસથી બનાવાયેલી રેસ્ટોરન્ટનું બાંધકામ દુર થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1