Aapnu Gujarat
રાષ્ટ્રીય

મસુદના મુદ્દા ઉપર ફ્રાન્સ, બ્રિટનનું ભારતને સમર્થન

પુલવામા ખાતે સીઆરપીએફ પર કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલા બાદ હવે ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદના લીડર કુખ્યાત અઝહર મસુદની સામે કાર્યવાહી કરવાની માંગ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને ટેકો મળી રહ્યો છે. ખતરનાક મુસદ અઝહર પર પ્રતિબંધ મુકવા માટે ફ્રાન્સ, બ્રિટન સહિતના દેશોએ ભારતની માંગ સાથે સમર્થન દર્શાવ્યુ છે. ભારતને મોટી રાજદ્ધારી મદદ કરીને ફ્રાન્સે મસુદ પર પ્રતિબંધ મુકવા માટેની દરખાસ્તને સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કરવાની માંગ કરી છે. આ પ્રસ્તાવને અમેરિકા અને બ્રિટને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. પુલવામા ખાતે ગયા ગુરૂવારના દિવસે કરવામાં આવેલા હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. ફ્રાન્સના પ્રમુખ ઇમેનુએલ મેક્રોના રાજકીય સલાહકાર ફિલિપે એટિયન મંગળવારના દિવસે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સાથે વાતચીત કરી છે. ફ્રાન્સના રાજદ્ધારી સુત્રોએ કહ્યુ છે કે કોઇ એક દેશ તરફથી તેમની દરખાસ્તને બ્લોક કરવા માટેના પ્રયાસ કરવામાં આવી શકે છે. જો કે કુખ્યાત મસુદ અઝહર પર પ્રતિબંધ મુકવા માટેના પગલા લેવામાં આવે તે જરૂરી છે. પાકિસ્તાન પર રાજદ્ધારી દબાણ લાવવા માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે જારી રહ્યા છે. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ દેશભરમાં લોકોમાં પહેલાથી આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા. આમાથી એક ગાડીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. કાશ્મીરમાં આતંકવાદીઓ વર્ષોથી સક્રિય રહ્યા છે અને આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન અને ઓપરેશન ઓલઆઉટ યુદ્ધના ધોરણે જારી છે ત્યારે આ આતંકવાદી ફરી એકવાર સક્રિય દેખાઇ રહ્યા છે. ત્રાસવાદીઓ સામે કાર્યવાહી જારી રહી છે. ફ્રાન્સ દ્વારા બીજી વખત મસુદ પર પ્રતિબંધ મુકવા માટેની દરખાસ્તને ટેકો આપવા માટે તૈયાર છે. ફ્રાન્સ દ્વારા બીજી વખત કોઇ દરખાસ્ત રજૂ કરવામાં આવી રહી છે. આ પહેલા વર્ષ ૨૦૧૭માં અમેરિકાએ બ્રિટન અને ફ્રાન્સના સમર્થનથી યુએનમાં દરખાસ્તની માંગ કરી હતી. જો કે ચીને અડચણો ઉભી કરી હતી. પાકિસ્તાનને રાજદ્ધારી મોરચા પર ફટકો આપવાની સાથે સાથે પાકિસ્તાની અર્થતંત્રને ફટકો આપવા માટે પણ ફ્રાન્સે તૈયારી દર્શાવી દીધી છે.

Related posts

રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ મોદી કેબિનેટમાં ફેરફાર થશે

aapnugujarat

3 J&K political leaders released from Detention on conditions to maintain ‘Good Behaviour’

aapnugujarat

गन्ना किसानों को एक्सपोर्ट सब्सिडी को कैबिनेट की मंजूरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1