Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ મોદી કેબિનેટમાં ફેરફાર થશે

કેન્દ્રીય પ્રધાનોની કામગીરીનાં મૂલ્યાંકન માટે વડાપ્રધાનના કાર્યાલય (પીએમઓ) દ્વારા મંત્રાલયોની ફાઈલોને લઈને એક રિપોર્ટ માગવામાં આવ્યો છે. મંત્રાલયોને ફાઈલો પાછળ કેટલો સમય લેવામાં આવે છે તેની પણ માહિતી માગવામાં આવી છે. પીએમઓની આ પહેલને કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર થઈ શકે છે.પીએમઓ દ્વારા મંત્રાલયો પાસેથી ૧ જૂનથી ૨૦૧૪થી લઈને ૩૧ મે ૨૦૧૭ વચ્ચે મળેલી ફાઈલો પર એક વિસ્તૃત અહેવાલ સુપ્રત કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૬ મે ૨૦૧૪ના રોજ સત્તા સંભાળી હતી. પીએમઓએ મંત્રાલયોને એક વિસ્તૃત અહેવાલ આપવા જણાવ્યું હતું. આ સમય મર્યાદામાં કેટલી ફાઈલો પર નિર્ણયો લેવામાં આવ્યા છે અને કેટલી ફાઈલો પડતર છે તે અંગે એક રિપોર્ટ માગવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે તાજેતરમાં જ કેબિનેટની બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંદર્ભમાં જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા અને ત્યાર બાદ મંત્રાલયોને એક ફોર્મ મોકલવામાં આવ્યું છે.આ ફોર્મ પાંચ કોલમમાં વિભાજિત છે. જેમાં ઓપનિંગ બેલેન્સ, સમયાવધિ દરમિયાન મળેલી ફાઈલ, કુલ ફાઈલ, નિકાલ, સમયાવધિની સમાપ્તિ બાદ પડતર ફાઈલો અને પડતર ફાઈલોનો બ્રેકઅપ એવા પાંચ કોલમ આપવામાં આવ્યાં છે. પડતર ફાઈલના બ્રેકઅપને ૧૫ દિવસ, ૧૫ દિવસથી એક મહિનો અને એક મહિનાથી ત્રણ મહિનામાં વિભાજિત કરવામાં આવ્યો છે.મોદી આ મંત્રાલયોના અહેવાલના આધારે પોતાના કેબિનેટ પ્રધાનોની કામગીરીનું મૂલ્યાંકન કરશે અને તેના આધારે જ્યાં જરૂરી હશે ત્યાં મંત્રાલયોના પ્રધાનો બદલવામાં પણ આવશે અને આમ કેબિનેટમાં ફેરફારની કવાયત શરૂ કરી દીધી છે.

Related posts

૧ જાન્યુઆરીથી સ્ટેટ બેંક ઓફ ઇંડિયાના ખાતાધારકો માટે નવા નિયમ લાગૂ થશે

aapnugujarat

सुरक्षा बलों और आतंकवादियों के बीच मुठभेड़ में 2 आतंकी ढेर

editor

જમ્મુ-કાશ્મીરમાં ૭ આતંકવાદીઓ ઢેર

editor

Leave a Comment

UA-96247877-1