Aapnu Gujarat
Uncategorized

મોરબી માળિયાના ૪૦ ગામના ખેડૂતોએ પાણી માટે ફૂંક્યું રણશિંગુ

પાણી અને ખાસ કરીને પીવાના કેસિંચાઈ માટે જ્યારે પાણીની જરૂરિયાત ઉભી થાય ત્યારે સૌથી મોટો માર ખેડૂતોએ વેઠવો પડે છે. જો સમયસર ઉભા પાકને પાણી ન મળે તો ખેડૂતોની મહેનત અને ઉત્પાદન બંને ધૂળધાણી થાય છે. આવો જ પ્રશ્ન છે મોરબી અને આસપાસના ૪૦ ગામોનો. જ્યાં ખેડૂતો ઘણાં લાંબા સમયથી સિંચાઈ માટે પાણૂ પુરું પાડવા માંગ કરી રહ્યાં છે. હવેનપાણીના પ્રશ્ને ગામખેડૂઓ લડી લેવાના મુડમાં આવી ગયા છે. ઈન્ટર નેશનલ હ્યુમન રાઈટ્‌સના નેજા હેઠળ મોરબી -માળિયાના ૪૦ જેટલાં ગામના ખેડૂતોએ આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે. ૧૫૦૦થી વધુ ખેડૂતો ૫૦થી વધુ ટ્રેકટર અને ખેતી ના સાધનો સાથે ધોમધખતા તાપમાં આ ખેડૂતો કલેકટર કચેરીએ પહોંચ્યાં હતા અને આવેદનપત્ર આપ્યું હતું. પાણી ના મળે તો આંદોલન ઉગ્ર બને એવી શક્યતા છે.મોરબી માળિયાના સિંચાઈના પાણીથી વંચિત એવા ૪૦ ગામના ખેડૂતોએ આજે ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસીએસનના સૌરાષ્ટ્રના સેક્રેટરી કે ડી બાવરવાની આગેવાનીમાં કેનાલ લંબાવીને એમના ગામોને પાણી આપવાની માંગ સાથે માળિયાની પીપળીયા ચોકડીથી કલેકટર કચેરી સુધીની ૩૦ કિમી જેટલી લાંબી ટ્રેકટર રેલી કાઢી હતી. ધોમધખતા તાપમાં કલેકટરને આવેદન આપી પાણી આપવાની માંગ કરી હતી. અંદાજીત ૧૫૦૦થી વધું ખેડૂતો આ રેલીમાં જોડાયા હતા. ત્રેકાત્રોમાં ખેડૂતોના ખેતીના સાધનો પણ સાથે રાખવામાં આવ્યા હતા.

Related posts

ગીર-સોમનાથમાં કોંગ્રેસનાં સસ્પેન્ડ ધારાસભ્યોના સમર્થકો દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સસ્પેશન પાછું ખેંચવા કરી રજૂઆત

aapnugujarat

તાંત્રિક વિધિ નામે કરોડોની છેતરપિંડી કરનાર પકડાયો

aapnugujarat

સાસણગીરમાં સિંહોનું વેકેશન પૂરું : સિંહ દર્શન શરુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1