Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોવિડ પ્રભાવિત સેકટર્સ માટે ૧.૧ લાખ કરોડ ફાળવવા કેન્દ્રની જાહેરાત

નાણા મંત્રી ર્નિમલા સીતારામણે કોવિડ પ્રભાવિત સેક્ટર્સ માટે ૧.૧ લાખ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. કોરોના મહામારીથી પ્રભાવિત ભારતીય અર્થતંત્રમાં નવો પ્રાણ ફુંકવા માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે.
તે સિવાય હેલ્થ સેક્ટર માટે ૫૦ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ નોન મેટ્રો મેડિકલ ઈન્ફ્રા માટે વાપરવામાં આવશે. હકીકતે કોરોનાની બીજી લહેરના કારણે અનેક સેક્ટર્સ સંકટમાં છે અને સતત સરકાર પાસે મદદની માગણી કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા સરકારે પણ જે સૌથી વધારે સંકટમાં હોય તેવા સેક્ટર્સને મદદ કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે તેમ જણાવ્યું હતું.
નાણા મંત્રીએ નાના ઉદ્યોગોને મદદ કરવા માટે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ (ઈસીએલજીએસ) માટે ફન્ડિંગમાં વધારો કરવાની જાહેરાત કરી છે. હાલ આ સ્કીમ ૩ લાખ કરોડ રૂપિયાની છે જેને વધારીને ૪.૫ લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે.
સરકાર આ નવા પેકેજ દ્વારા એવા સેક્ટરને મદદ પહોંચાડવા પ્રયત્ન કરી રહી છે જે હાલના રાજ્યોના લોકડાઉનના કારણે પ્રભાવિત થયા હોય.
બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે જે સેક્ટર્સને આવા રાહત પેકેજનો ફાયદો મળી શકે છે તેમાં ટુરિઝમ, એવિએશન અને હોસ્પિટાલિટી ઉપરાંત નાની અને મધ્યમ કંપનીઓનો સમાવેશ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોના મહામારીથી પ્રભાવિત ઈકોનોમીને બહાર લાવવા માટે કેન્દ્ર સરકારે આર્ત્મનિભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. સરકારનું તે રાહત પેકેજ કુલ ૨૭.૧ લાખ કરોડ રૂપિયાનું હતું જે કુલ જીડીપીના ૧૩ ટકા કરતા પણ વધારે હતું.
સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જાેડાયેલ એક રાહત પેકેજ આપવામાં આવી રહ્યું છે. આ રાહત પેકેજમાં મેડિકલ સેક્ટરને લોન ગેરંટી આપવામાં આવશે. સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે ૫૦ હજાર કરોડ રૂપિયા અને અન્ય ક્ષેત્ર માટે ૬૦ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ હેઠળ ૧૦૦ કરોડ રૂપિયા સુધીની લોન ૭.૯૫ ટકાના વ્યાજ પર આપવામાં આવશે. આ સિવાય અન્ય ક્ષેત્રો માટે વ્યાજદર ૮.૨૫ ટકાથી વધુ હશે નહીં.
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમને જાહેરાત કરતા કહ્યું કે, ૩ વર્ષ માટે ક્રેડિટ ગેરંટી યોજના છે. નાના ધીરનારને લોનની સુવિધા આપવામાં આવશે. પહેલા ૫ લાખ પર્યટકોએ વીઝા શુલ્ક આપવાનું રહેશે નહીં.
પાછલા વર્ષે પણ સરકારે ક્રેડિટ ગેરંટી યોજનાની જાહેરાત કરી હતી. આ વખતે ઈસીએલજીએસ સ્કીમ હેઠળ ૧.૫ લાખ કરોડ રૂપિયાની વધારાની લોનની જાેગવાઈ કરવામાં આવી છે. ક્રેડિટ ગેરંટી સ્કીમથી ૨૫ લાખ નાના ઉદ્યમિઓને તેનો ફાયદો મળશે. તેમાં વ્યાજનો દર એમસીએલઆર પ્લસ ૨ ટકા હશે. તેનો સમયગાળો ત્રણ વર્ષ રહેશે. તેનો લાભ ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી લઈ શકાય છે.
પર્યટન ક્ષેત્ર માટે પણ સરકારે મોટુ પગલું ભર્યું છે. તે હેઠળ ટૂરિસ્ટ ગાઇડ અને આ પ્રકારના બીજા લોકોની મદદ કરવામાં આવશે. તેનો લાભ ૧૦૭૦૦ ટૂરિસ્ટ ગાઇડને મળશે. એક લાખ રૂપિયા સુધીની સહાયતા ટૂરિસ્ટ ગાઇડને આપવામાં આવશે. ટૂરિસ્ટ એજન્સીને ૧૦ લાખ સુધીની મદદ કરવામાં આવશે.
ભારત આવનારા પ્રથમ ૫ લાખ ટૂરિસ્ટોએ વીઝા શુલ્ક આપવાનું રહેશે નહીં. ૧.૯૩ લાખ પર્યટક ૨૦૧૯માં ભારત આવ્યા હતા. આવા ટૂરિસ્ટ એવરેજ ૨૧ દિવસ ભારતમાં રહે છે. તે પ્રતિદિન એવરેજ ૨૪૦૦ રૂપિયા ખર્ચ કરે છે. આ સ્કીમ આગામી વર્ષે ૩૧ માર્ચ સુધી જારી રહેશે. તેના પર કુલ ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ થશે.
પાછલા વર્ષે પણ સરકારે ઇકોનોમીને મજબૂતી આપવા માટે ૨૦ લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. ઉદ્યોગ સહિત સહિત અન્ય લોકોને સરકાર તરફથી રાહત પેકેજની આશા હતી. તેમનું માનવું હતું કે કોરોનાની બીજી લહેરથી બેહાલ ઘરેલૂ અર્થવ્યવસ્થાને સહારો આપવા માટે સરકારે રાહત પેકેજ લાવવું જાેઈએ.

Related posts

Major fire broke out in factory of Delhi’s Jhilmil area, 3 died

aapnugujarat

Article 370: SC sets up 5-judges Constitution Bench will hear all petitions from today

aapnugujarat

જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી માટે કેન્દ્ર સરકાર તૈયાર : રાજનાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1