Aapnu Gujarat
ગુજરાત

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

અમદાવાદથી અમારા સંવાદદાતા મનીષા પ્રધાન જણાવે છે કે, પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ કેળવવા આજે આ દિવસની ઉજવણીની શરૂઆત થઇ હતી દર વર્ષે જુદા જુદા દેશ તેની ઉજવણીનું અધ્યક્ષ પદ કે યજમાનપદ સંભાળે છે. આ વર્ષની થીમ એટલે કે કથાવસ્તુ છે, “Ecosystem Restoration “…. આજે 5 મી જૂને, વિશ્વ્ Ecosystem Restoration અંગેના દાયકાનો પણ પ્રારંભ થયો.
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.જે અંતર્ગત વનવિભાગ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી મળેલ ૧૦૦ જેટલા રોપાઓ સોલા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રાંગણમાં વાવવામાં આવ્યા. કોલેજના ડીન ડો.નિતિનભાઇ વોરાના હસ્તે વૃક્ષારોપણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે વૃક્ષ, પાણી અને હવા એ જીવન જીવવાની દવા છે. શહેરમાં વૃક્ષોના વાવેતર થકી ગ્રીન કવર વધારી શહેરી પર્યાવરણને બચાવવા માટે વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય તે અત્યારના સમયની તાતી જરુરિયાત છે.
આ પ્રસંગે સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ, RMO ,ડોકટર્સ, નર્સ, અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું.

Related posts

બેંકના નામે લોકોને ઠગનારી દિલ્હીની ગેંગને પકડાઈ

aapnugujarat

ચુડા PGVCLની ટીમ વાવાઝોડાના અસરગ્રસ્ત ગામો માં ઉમદા કામગીરી કરી પરત ફરી

editor

બોરીજનાં ‘વિશ્વ મૈત્રી ધામ’ ખાતે મહાવીર જ્યંતિની ઉજવણી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1