Aapnu Gujarat
ગુજરાત

ધંધુકા સામુહિક આરોગ્ય કેંદ્ર ખાતે વૃક્ષારોપણ કરાયું

અમદાવાદથી અમારા સંવાદદાતા મનીષા પ્રધાન જણાવે છે કે,આજે પાંચમી  જૂન. વિશ્વ પર્યાવરણ  દિવસ. આપણી આજુબાજુના વાતાવરણ અને કુદરતી સંપદાની  જાળવણી  કરવી એનું સંરક્ષણ  કરવું તે બાબતે વૈશ્વિક જનજાગૃતિ કેળવવા શરુ કરવામાં આવેલા  સત્તાવાર પ્રયાસનું દસ્તાવેજી સ્વરૂપ એટલે સંયુક્ત રાષ્ટ્ર્રસંઘ દ્વારા શરુ કરવામાં આવેલ વિશ્વ્ પર્યાવરણ સંરક્ષણ દિનનો પ્રારંભ.

ઘનિષ્ટ વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ધંધુકા રેંજ,સામાજિક વનીકરણ અમદાવાદ દ્વારા સામુહિક આરોગ્ય કેંદ્રમાં ૧૦૦ અને અને RMS  કોવીડ કેર સેન્ટર હોસ્પિટલના પ્રાંગણમાં ૫૦ જેટલા વૃક્ષો, છોડ, તુલસી તથા અન્ય ઔષધિય રોપા વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

ધંધુકા વનવિભાગ અધિકારી શ્રી એન. બી. દેસાઈ એ જણાવ્યું હતું કે ધંધુકા શહેર અને સમગ્ર તાલુકામાં જાહેર જનતા માટે વિનામૂલ્યે રોપા વિતરણ થાય તે માટે વૃક્ષ રથ ફેરવવામાં આવે છે. જેમાંથી જરૂરિયાત  મુજબ લોકો રોપાઓ લઈને ઘરના આંગણામા અથવા તો ખુલ્લી જગ્યાઓ પર વાવવાનું ઉમદા કાર્ય કરે છે.

આ પ્રસંગે, RFO શ્રી રવિરાજ સિંહ મોરી,  ફોરેસ્ટર શ્રી  જયદીપસિંહ ચાવડા,  વનરક્ષક શ્રી રમેશભાઈ ગમારા તથા વન વિભાગના સ્ટાફ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કડીમાં મૂશળાધાર વરસાદ

editor

રખિયાલ, બોપલ, પીરાણા સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારો

aapnugujarat

ડમ્પરની અડફેટથી યુવકના મોત બાદ હિંસા ભડકી ઉઠી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1