Aapnu Gujarat
ગુજરાત

બેંકના નામે લોકોને ઠગનારી દિલ્હીની ગેંગને પકડાઈ

તમારું ડેબિટકાર્ડ અને ક્રેડીટ કાર્ડ બ્લોક થઇ ગયું છે તેમજ ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવા જેવી અનેક ટેકનીકથી અમદાવાદ શહેરમાં ગ્રાહકોનાં ઓટીપી નંબર મેળવીને લોકો સાથે ફ્રોડ કરતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે એક મહત્વપૂર્ણ સફળતામાં દિલ્હીથી ૧૭ લોકોની ઘરપકડ કરી છે. આરોપીઓ બેંક અધિકારીનાં નામે કોલ કરીને શહેરીજનો પાસેથી ક્રેડીટકાર્ડ અને ડેબીટકાર્ડની ડીટેઇલ મેળવીને લાખો રુપિયાનું ચીંટીગ કરતા હતા. અમદાવાદ શહેર ક્રાઇમબ્રાંચની સાયબરસેલની ટીમે દિલ્હીથી કોલ સેન્ટર ઝડપી પાડ્‌યું છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી બેંક અધિકારીના નામે ફોન કરીને લોકોના ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડના નંબર અને ઓટીપી લઇને લાખો રુપિયાની ચિંટીગ કરવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી હતી. આવી ઘટનાથી સંખ્યબંધ લોકો છેતરાયા હતાં. જે પોલીસ માટે પણ એક ચિંતાનો વિષય બન્યો હતો. દિલ્હીથી બેંક કર્મચારીનાં નામે ફોન કરીને બેંકનાં ગ્રાહકો પાસેથી યેનકેન રીતે કાર્ડની ડીટેઇલ મેળવી લેતાં હતાં અને એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી દેતાં હતાં. શહેરનાં કોઇ એવાં પોલીસ સ્ટેશન બાકી નહીં હોય જ્યાં આવી કોઇ ફરિયાદ થઇ ના હોય. આ સિવાય શહેર ક્રાઇમબ્રાંચના સાયબર સેલમાં પણ સંખ્યાબંધ ફરિયાદો થઇ હતી. સાયબરક્રાઇમની ટીમ આ મામલે છેલ્લા ઘણા દિવસથી તપાસ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે દીલ્હીમાં આ પ્રકારનું ગેરકાયદે કોલ સેન્ટર ચાલે છે. ચોક્કસ બાતમીનાં આધારે ત્યાં ભારે ગુપ્તતા સાથે દરોડા પાડીને શહેર ક્રાઇમબ્રાંચે મહિલાઓ સહિત ૧૭ લોકોની ઘરપકડ કરી છે. અગાઉ પણ ક્રાઇમબ્રાંચે એક કોલ સેન્ટર દિલ્હીથી પકડ્‌યું હતું. ક્રાઇમબ્રાંચે પકડાયેલા ૧૭ આરોપીઓ પાસેથી કૌભાંડની મોડેસ ઓપરેન્ડી, કૌભાંડ મારફતે ગ્રાહકો પાસેથી ઉઘરાવેલી રકમ અને કોલ સેન્ટરના અન્ય તાર કયાં કયાં સંકળાયેલા છે તે સહિતના મુદ્દાઓ પરની તપાસ આરંભી છે.

Related posts

खाद्यचीजों में मिलावट पर दो व्यापारी को छह महीने जेल

aapnugujarat

ગુજરાતભરમાં મન કી બાત ચાય કે સાથ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

નારોલ-અસલાલી હાઇવે પર કારે ઓટોરિક્ષાને ટક્કર મારતા પાંચ લોકોના થયેલ મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1