Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતભરમાં મન કી બાત ચાય કે સાથ કાર્યક્રમ યોજાયો

ભાજપના મન કી બાત ચાય કે સાથ કાર્યક્રમમાં તમામ દિગ્ગજ નેતાઓ આજે જોડાયા હતા. રાજ્યની જુદી જુદી જગ્યાઓ ઉપર કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના મંત્રીઓ પ્રચાર કરવામાં વ્યસ્ત રહ્યા હતા. ભાજપ પ્રમુખ અમિત શાહ અમદાવાદના દરિયાપુરમાં તંબુ ચોકીના બૂથ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા કી જય, વંદેમાતરમના નારાથી કાર્યકરો અને પ્રજાજનોએ તેમનું સ્વાગત કર્યું હતું. અમિત શાહે તંબુ ચોકી પાસેના બૂથ પર ચાની ચુસ્કી સાથે નરેન્દ્ર મોદીનો સંદેશો પ્રજાજનો સાથે બેસીને સાંભળ્યો હતો. દરિયાપુર વિધાનસભા ૨૦૦૯ના નવા સિમાંકનના આધારે બની છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે માહિતી આપતા કહ્યું હતું કે, ભાજપે ૧૫૦ પ્લસના સંકલ્પને સાકાર કરવા અમદાવાદની તમામ ૧૬ બેઠકોને જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. અમિત શાહ અમદાવાદમાં હતા જ્યારે અન્ય દિગ્ગજ નેતાઓ જુદા જુદા મતવિસ્તારમાં હતા. ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા સીટ પર ભાજપના દિગ્ગજ નેતા આજે મેદાનમાં ઉતર્યા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતને ગુજરાતના તમામ ૫૦ હજાર બુથ પર ભાજપના કાર્યકરો અને આગેવાનોએ ચાયની ચુસ્કી સાથે સાંભળી હતી. ભાજપના ચૂંટણી પ્રચારના ભાગરૂપે આજે રાજયના તમામ ૫૦ હજાર બુથ પર મોદીની મન કી બાત, ચાય કે સાથ કાર્યક્રમમાં ભાજપના નાના કાર્યકરથી માંડી દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ પણ જોડાયા હતા. આજે સાંજે ૨૬મીની સાંજથી ભાજપના સ્ટાર પ્રચારકો રાજનાથસિંહ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, શિવરાજસિંહ ચૌહાણ, યોગી આદિત્યનાથ, વસુંધરારાજે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, હેમામાલિની, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના નેતાઓ ગુજરાતભરના વિવિધ જિલ્લા-તાલુકાઓ ધમરોળવા પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય સ્ટાર પ્રચારકો પણ પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પર બે દિવસમાં કાર્પેટ બોમ્બીંગ કરી ચૂંટણી પ્રચારનો વેગવંતો પ્રારંભ આજે કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વ્યારા અને નીઝર વિધાનસભા ખાતે તો, છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ રાજકોટ ખાતે જાહેરસભાને સંબોધશે. મનોજ તિવારી આજે ૨૬મી નવેમ્બરે વલસાડમાં હતા આવતીકાલે ૨૭મીએ ભાવનગર ખાતે જાહેરસભા સંબોધશે. જુએલ ઓરામ પણ ૨૬મી નવેમ્બરે ડેડિયાપાડા, નાંદોદ ખાતે હતા. આવતીકાલે ૨૭મીએ ડાંગ ખાતે પ્રચારસભા કરશે. રેલ્વેમંત્રી પિયુષ ગોયેલ તા.૨૬મી નવેમ્બરે પોરબંદરમાં હતા. આવતીકાલે ૨૭મીએ રાજકોટ અને કેન્દ્રીય ઉર્જાપ્રધાન ધર્મેન્દ્રપ્રધાન તા.૨૬મી નવેમ્બરે ઓલપાડ અને સુરત પૂર્વમાં હતા. અર્જુન મુંડા તા.૨૭મી નવેમ્બરે ધરમપુર, કપરાડા, ઉમરગામ હતા.પરેશ રાવલ ૨૬મી નવેમ્બરે રાજકોટ હતા.

Related posts

ગોધરા એસઆરપી ગ્રુપ-૫ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

editor

વેરાવળમાં ખારવા સમાજ દ્વારા રામાપીર બાપાની શોભાયાત્રા નીકાળાઈ

aapnugujarat

દિયોદરમાં તીડોનું આક્રમણ

editor

Leave a Comment

UA-96247877-1