Aapnu Gujarat
ગુજરાત

ગોધરા એસઆરપી ગ્રુપ-૫ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યના વન મહોત્સવ અંતર્ગત વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. રાજ્યમાં કાયદો અને સલામતી જાળવતા પોલીસ વિભાગના પોલીસ મથકો તેમજ વિભાગીય જીલ્લા મથકો ખાતે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવાની સુચના આપવામાં આવી છે ત્યારે ગોધરા શહેરના લુણાવાડા રોડ ખાતે રાજ્ય પોલીસ અનામત દળ જુથ – ૫ કાર્યરત છે. મંગળવારના રોજ જુથના સેનાપતિ સહિતના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેનાપતિ એન.એમ.કણઝરિયાએ પણ વૃક્ષારોપણ કર્યું હતું, ત્યારબાદ આ કાર્યક્રમમાં ૧૦૦થી વધુ એસઆરપીના જવાનો અને મહિલા સ્ટાફે વૃક્ષારોપણ કર્યું હતું. કણઝરીયાએ જણાવ્યું હતું કે, ‘‘ વન મહોત્સવ ૨૦૨૦’નું આયોજન કરવામાં આવેલ છે. ગોધરા ખાતે પણ વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુથના અધિકારીઓ અને જવાનોને સાથે રાખી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં વૃક્ષારોપણની સાથે તેના જતન કરવાનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડીવાએસપી ડી.જે.ચૌધરી, એન.એમ.ડામોર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં અને વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

કોરોના વાયરસની મહામારીને લઇ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે વહીવટી તંત્ર દ્વારા સેંટરલાઈઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ ઊભું કરાયું

editor

ગુજરાતમાં ભાજપની બુથ વિસ્તારક યોજનાનો ફાગવેલથી સીએમ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો

aapnugujarat

મિલ્લતનગરની ઝુંપડપટ્ટીમાં આગથી ૩૦ ઝુંપડા ખાખ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1