Aapnu Gujarat
ગુજરાત

૬૫ સભ્યોએ ચૂંટણીમાં આઠ લાખથી પણ ઓછો ખર્ચ કર્યો : ૨૦૧૨ની ચૂંટણીમાં ધારાસભ્યો કરેલા ખર્ચનું તારણ

૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જે ઉમેદવારો જીત્યા હતા અને તેઓએ ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરેલ ચૂંટણી ખર્ચના હિસાબોનું ગુજરાત ઇલેકશન વોચ અને એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) મારફતે મહત્વનું વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એવા રસપ્રદ તારણો સામે આવ્યા છે કે, ૪૫ ટકા એટલે કે, ૬૫ ધારાસભ્યોએ ચૂંટણીમાં રૂ.આઠ લાખથી પણ ઓછો ખર્ચ કર્યો છે. સૌથી વધુ ચૂંટણી ખર્ચ કરનાર દસ ધારાસભ્યોમાં ભાજપના નવ ધારાસભ્યો છે, જયારે કોંગ્રેસના માત્ર એક ધારાસભ્ય છે. સમગ્ર ચૂંટણી દરમ્યાન સૌથી વધુ ખર્ચ ભાજપના કરજણના ધારાસભ્ય સતીષભાઇ મોતીભાઇ પટેલે રૂ.૩૬લાખ, ૭૬હજાર,૫૬૩નો ખર્ચ કર્યો છે, જે ચૂંટણીપંચે દરેક ઉમેદવાર માટે નક્કી કરેલા ચૂંટણી ખર્ચની રકમ રૂ.૧૬લાખથી પણ વધુનો હતો એટલે કે, ૨૩૦ ટકા વધુ છે. ગુજરાતના ધારાસભ્યોનો ચૂંટણી માટેનો સરેરાશ ખર્ચ માત્ર રૂ.૮.૭૦ લાખ છે, જે નક્કી કરેલ મર્યાદાના ૫૪ ટકા છે. પક્ષવાર ખર્ચની વિગત જોઇએ તો, કોંગ્રેસના ૩૭ ધારાસભ્યોનો સરેરાશ ચૂંટણી ખર્ચ રૂ.૯.૦૮ લાખ છે, જે ચૂંટણી પંચે નક્કી કરેલ રૂ.૧૬ લાખની મર્યાદાના ૫૬.૮ ટકા છે, જયારે ભાજપના ૧૦૧ ધારાસભ્યોનો ખર્ચ રૂ.૮.૫ લાખ છે, જે મહત્તમ મર્યાદાના ૫૩.૨ ટકા છે. આ સિવાય એનસીપીના બે ધારાસભ્યોએ સરેરાશ રૂ.૧૦.૫૨ લાખ ખર્ચ કર્યો છે. ગુજરાત ઇલેકશન વોચ અને એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) મારફતે હાથ ધરાયેલા વિશ્લેષણમાં એવી માહિતી પણ સામે આવી હતી કે, ૨૦૧૨ની ચૂંટણીમાં ૧૪૩ ધારાસભ્યો પાછળ રૂ.૧૨.૪૪ કરોડની રકમ ખર્ચાઇ છે, જે તેમનો પોતાનો ખર્ચ અને પક્ષ અથવા અન્ય વ્યકિત કે એસોસીએશન દ્વારા કરાયો હોય.જુદા જુદા પક્ષો દ્વારા કરાયેલો ખર્ચ રૂ.૯૧.૬૮ લાખ જેટલો છે. ૧૦૧ ધારાસભ્ય એવા છે કે જેમના પાછળ પક્ષે એકપણ રૂપિયો ખર્ચ્યો નથી. ચાર ધારાસભ્યોએ એવું જાહેર કર્યું હતું કે, તેમણે ચૂંટણી પાછળ એક રૂપિયો પણ ખર્ચ કર્યો નથી. જયારે ૧૨૬ ધારાસભ્યોએ જણાવ્યું છે કે, તેમની પાછળ કોઇ વ્યકિત કે એસોસીએશને કોઇ ખર્ચ કર્યો નથી.
સૌથી ઓછો ખર્ચ કરનાર દસ ધારાસભ્યોમાં પણ ભાજપના આઠ અને કોંગ્રેસના બે ધારાસભ્યોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે, ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારોએ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી દરમ્યાન મીટીંગ, જાહેરસભાઓ, પ્રચાર સાહિત્ય, ઇલેક્ટ્રોનિક-પ્રિન્ટ મીડિયા, અન્ય નેતાઓની વીઝીટ, કાર્યકરો અને અન્ય પરચૂરણ સહિતના ખર્ચ મળી ચૂંટણી ખર્ચ કર્યા હતા, તેનું આ વિશ્લેષણમાં આંકલન કરવામાં આવ્યું છે. ભાજપના બે ધારાસભ્યો એવા છે કે, જેમણે ઉમેદવારીપત્રમાં જાહેર કરેલ આવક કરતાં વધુ ખર્ચ દર્શાવ્યો છે.

Related posts

એલ.જી. હોસ્પિટલનાં સ્ટાફના વર્તન સામે દર્દીઓમાં નારાજગી

aapnugujarat

સંખેડા તાલુકાનાં સિહાદ્રા ગામની નર્મદા કેનાલમાં ગાબડુ

aapnugujarat

લોકપ્રિય વોટ ઓન એકાઉન્ટ રજૂ થયું : શ્રેણીબદ્ધ રાહતો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1