Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

લોકપ્રિય વોટ ઓન એકાઉન્ટ રજૂ થયું : શ્રેણીબદ્ધ રાહતો

આ વર્ષે ખેડૂતલક્ષી અને ગરીબલક્ષી લોકપ્રિય કેન્દ્રીય વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ વોટઓન એકાઉન્ટમાં કરવામાં આવેલી જાહેરાતો મારફતે મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસો કર્યા છે. આજે ગુજરાતના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કર્યું હતું જેમાં તેઓએ શ્રેણીબદ્ધ જાહેરાતો કરીને લોકોને ખુશખુશાલ કરી દીધા છે. વ્યાજ સબસિડીની ચુકવણી માટે ૫૦૦ કરોડ રૂપિયાની આસપાસના ફંડ સહિતની જાહેરાતો કરવામાં આવી છે. વોટ ઓન એકાઉન્ટ રજૂ કરતા અનેક જાહેરાતોથી પ્રજામાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. નાણામંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું લેખાનુદાન બજેટ રજૂ કર્યું હતું. આશરે ૧૨૨૪૧ કરોડના લાભના બજેટમાં સરકારે શિક્ષણ, આરોગ્ય, ખેડૂતો, વિધવા પેન્શન અને યુવાનોની સાથે મૂળભૂત માળખાના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નીતિન પટેલે કહ્યું છે કે, ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોના મફત સારવાર અને ઓપરેશનની મર્યાદાને ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે. આવી જ રીતે વિધવા પેન્શનને ૧૨૫૦ રૂપિયા કરવાની સાથે સાથે પુત્ર પુખ્ત બને ત્યાં સુધી પણ પેન્શન જારી રાખવાનો નિર્ણય કરાયો છે. રાજ્યના કૃષિ ઉત્પાદનમાં ૧૨.૧૧ ટકાનો વધારો થયો છે જ્યારે રાજ્યના પશુધનમાં ૧૫ ટકાનો વધારો થયો છે. આંગણવાડીના વર્કરોને હવે ૯૦૦ રૂપિયા વધારીને ૭૨૦૦ રૂપિયા આપવામાં આવશે. આવી જ રીતે આશા વર્કરના વેતનમાં પણ ૨૦૦૦ રૂપિયાનો વધાર કરવામાં આવ્યો છે. નીતિન પટેલે એક પછી એક વિકાસની જાહેરાતો રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રતિવ્યક્તિ આવકમાં ૧૨.૦૬ ટકાનો વધારો થયો છે. રાજ્યના વ્યક્તિની સરેરાશ આવક હવે એક લાખ ૭૪ હજાર ૬૫૨ રૂપિયા થઇ ગઈ છે. રાજ્યનો વાર્ષિક વૃદ્ધિદર ૯.૯ ટકા છે જે મોટા રાજ્યોમાં સૌથી વધારે છે.
રાજ્યની જીવન રેખા સમાન ગણાતી નર્મદા યોજના ઉપર વર્ષ ૨૦૦૧થી લઇને હજુ સુધી ૫૧૭૮૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી ચુક્યો છે. ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણ બાદ રાજ્ય દ્વારા નવા કોઇ ટેક્સ આ બજેટમાં લાગૂ કરવામાં આવ્યા નથી. આશરે એક લાખ ૫૫ હજાર કરોડના બજેટમાં સરકારે ૧૨૨૪૧ કરોડ ૪૦ લાખનો લાભ દર્શાવ્યો છે. નાણામંત્રીએ કહ્યું છે કે, ૨૦૧૭-૧૮માં સરકારની કરવેરાથી આવક ઉલ્લેખનીયરીતે વધી છે. નીતિન પટેલે લેખાનુદાન રજૂ કરતી વેળા તમામ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, આંગણવાડીના વર્કરોને મહિને મળતી રકમ દર મહિને ૬૩૦૦થી વધારીને ૭૨૦૦ રૂપિયા કરવામાં આવી છે. સરકાર ૨૦૧૯-૨૦માં આઠ નવા સમરસ હોસ્ટેલ શરૂ કરશે સાથે સાથે વયોવૃદ્ધ પેન્શનને વધારીને સિનિયર સિટિઝનોને લાભ આપવામાં આવ્યો છે. વયોવૃદ્ધ પેન્શનમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેથી સિનિયર સિટિઝનોને વે મહિને ૭૫૦ રૂપિયા મળશે જે હાલમાં ૫૦૦ હતા. જુદા જુદા કલ્યાણ સહકાર માટે ફાળવણી ૧૦૦ કરોડ રૂપિયાથી વધારીને ૧૫૦ કરોડ કરાઈ છે. પ્રધાને કહ્યું હતું કે, ૧૩૫ નવા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરાશે. આ ઉપરાંત જૈન સાધ્વીઓ માટે અમદાવાદથી સંખેશ્વર પથવે ૨૦ કરોડના ખર્ચે તૈયાર કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૫૪ નવા ફ્લાયઓવર અને મ્યુનિસિપાલટીમાં ૨૧ ફ્લાયઓવરની દરખાસ્ત રાખવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલટીમાં નવા ઉમેરવામાં આવેલા વિસ્તાર માટે ૫૦૦ કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ રાખવામાં આવ્યું છે. નીતિન પટેલે દાવો કરતા કહ્યું હતું કે, ૭.૬૪ લાખ પરિવારોને ૨૦૨૨ સુધી પીએમ આવાસ યોજના હેઠળ આવાસ મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલટી અને શહેરી વિકાસ સત્તામાં આ મકાનો મળશે. ગૃહમાં લેખાનુદાન રજૂ કરતા નીતિન પટેલે કહ્યું હતું કે, સરકારે બીપીએલ પરિવારોના ઇલેક્ટ્રીસિટી બિલ પર મુખ્ય અને વ્યાજ અને દંડની રકમ માફ કરી છે. રિનોવેબલ એનર્જી પાવર જનરેશનની ક્ષમતા ૧૯૭૦૦ મેગાવોટ કરવામાં આવશે જે હાલમાં ૭૯૨૨ મેગાવોટ છે.
લેખાનુદાનમાં ૧૨૨૪૧ કરોડના લાભ શિક્ષણ, આરોગ્ય, ખેડૂત, વિધવા પેન્શન અને યુવાઓને આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને મફત સારવાર અને ઓપરેશનની મર્યાદાને ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરવામાં આવી છે. વિકાસની બાબતોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં કૃષિ વિકાસદરમાં સતત વધારો થતાં પશુધનમાં ૧૫ ટકાનો વધારો થયો છે. ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણના મામલામાં રાજ્યમાં નવી વ્યવસ્થા અમલી બાદ કોઇ નવા કર બજેટમાં લાગૂ કરાયા નથી. એક લાખ ૫૫ હજાર કરોડના બજેટમાં સરકારે ૧૨૨૪૧ કરોડ ૪૦ લાખનો લાભ દર્શાવ્યો છે. ૨૦૧૭-૧૮માં સરકારની કરવેરાથી આવક ૬૪૪૪૩ કરોડથી વધીને ૭૧૫૪૯ કરોડ થઇ છે.
મોટર વ્હીકલ ટેક્સની આવક ૩૨૧૩ કરોડ રૂપિયાથી વધીને ૩૮૮૫ કરોડ થઇ છે. ઇલેક્ટ્રીસિટીની ડ્યુટીની આવક ૫૮૩૩ કરોડથી વધીને ૬૪૬૪ કરોડ રૂપિયા થઇ છે. સરદાર સરોવર બંધની પૂર્ણ ઉંચાઈ ૧૩૮.૬૮ મીટર સુધી લઇ જવાઈ છે. આ મામલે વર્ષ ૨૦૦૧થી ૨૦૧૮ સુધી ૫૧૫૮૬ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. નર્મદા મુખ્ય કેનાલ ૪૫૮ કિમી તથા ૩૭ બ્રાંચ કેનાલ ૨૬૬૮ કિમી સુધી બની ચુકી છે. નર્મદા નહેરની લંબાઈમાંથી ૬૦૪૨૭ કિમી સુધી ૮૪ ટકાનું કામ પૂર્ણ થઇ ચુક્યું છે. નર્મદા નહેર સાથે સંબંધિત યોજનાથી ૯૦૮૩ ગામ અને ૧૬૬ શહેરોને પીવાનું પાણી મળશે.

Related posts

હાલોલના જાંબડી ગામમાં પિતાએ પુત્રની હત્યા કરી

aapnugujarat

If opposition dares then promise to bring back Article 370 in elections : PM Modi

aapnugujarat

रोहिंग्या मुस्लिमों के मामले में भेदभावपूर्ण रवैया अपना रही हैं केन्द्र सरकारः तरुण गोगोई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1