Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં અન્ય રાજ્યના મતદારોની ભૂમિકા ખુબ મહત્વની હશે

સુરતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગે ઉત્તર પ્રદેશ બિહાર, મહારાષ્ટ્ર અને રાજસ્થાન તેમજ ઓરિસ્સાના મતદારો કામ કરે છે. આ તમામ મતદારોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ સાબિત થનાર છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી આ મતદારો ઉપર આધાર રાખી રહી છે. તમામ તાકાત આ મતદારોને પ્રભાવિત કરવા માટે લગાવી દીધી છે. મોટાભાગના આ મતદારો ૩-૪ પેઢીથી અહીં રહે છે. જુદા જુદા ક્ષેત્રોમાં આ લોકો નોકરી કરી રહ્યા છે. ૧૦૦૦૦થી ૧૫૦૦૦ મહિને કમાણી કરનાર આ લોકો પૈકી મોટાભાગના લોકો પોતાના વતન રાજ્યમાં રકમ મોકલી દે છે. પાવરલૂમ મશીનો અથવા તો પ્રોસેસિંગ યુનિટોમાં બોઇલરની તીવ્ર ગરમી વચ્ચે આ લોકો કામ કરતા હોય છે. સુરતની વસતી પૈકી મોટી સંખ્યાની વસતી બહારના રાજ્યોમાંથી આવેલા લોકોની છે. બહારના રાજ્યોના મતદારોની સંખ્યા ૮.૫ લાખની આસપાસની છે. આ મતદારો પૈકી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઓરિસ્સા, રાજસ્થાનમાંથી આવેલા લોકો છે. આ તમામ મતદારો ચોર્યાસી, મજુરા, લિંબાયત, ઉધના, કામરેજ અને કારંજમાં રહે છે. આ લોકો ગુજરાતને પોતાના વતન રાજ્ય તરીકે જ ગણે છે. બિહારમાં આરજેડીનું પતન થયા બાદ અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીનું પતન થયા બાદ ગુજરાત તેમના માટે મોટા ગઢ તરીકે છે. નવસારીમાંથી ભાજપના સાંસદ સીઆર પાટીલનું કહેવું છે કે, ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં આ તમામ રાજ્યોના મતદારોએ ભાજપની તરફેણમાં મોટાપાયે મતદાન કર્યું હતું. ટેક્સટાઇલ ક્ષેત્રમાં મોટાભાગના લોકો કામ કરે છે જે પૈકી ૮૦ ટકાથી વધુ મતદારો ભાજપ સાથે જોડાયેલા છે. ચોર્યાસીમાં સૌથી વધારે હિન્દી બોલતા મતદારો રહે છે. આ સંખ્યા ૧.૩૯ લાખની આસપાસની છે. કુલ ૪.૩ લાખની વસતી પૈકી ૧.૩૯ લાખની વસતીને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આમાં ઉત્તરપ્રદેશમાંથી ૪૦૦૦૦, બિહારમાંથી ૨૬૦૦૦, રાજસ્થાનમાંથી ૨૨૧૪૩ અને મહારાષ્ટ્રમાંથી ૨૬૦૦૦ લોકો છે. અન્ય રાજ્યોમાંથી રહેલા મતદારોની સંખ્યા ૪૪૮૧૪ નોંધાઈ ચુકી છે. અહીં દરરોજની કમાણી ૩૦૦થી વધુની છે. દર મહિને સામાન્ય વર્કર છ હાજરથી વધુ નાણા પોતાના રાજ્યમાં મોકલે છે. તેમની પ્રાથમિકતા કમાણી છે અને પરિવાર માટે પૈસા મોકલવાની રહી છે.
એક અગ્રણી અંગ્રેજી અકબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ ભાજપ કોંગ્રેસના કાર્યકરોની પણ ગણતરી શરૂ થઇ છે. ત્રણથી ચાર પેઢીથી બહારના રાજ્યના લોકો અહીં રહે છે.

Related posts

गुजरात विद्यापीठ में जन्म से ही गांधी विचार मिलते है : अजीम प्रेमजी

aapnugujarat

હાર્દિક પટેલ હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ વિરૂદ્ધ પોતાનું આંદોલન ચલાવશે

aapnugujarat

ઘાટલોડિયાની પરિણિતા પર સામૂહિક દુષ્કર્મ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1