Aapnu Gujarat
ગુજરાત

ઘાટલોડિયાની પરિણિતા પર સામૂહિક દુષ્કર્મ

અમદાવાદ શહેરમાં બાળકીઓ અને યુવતીઓ પર દુષ્કર્મ, જાતીય સતામણી અને છેડતીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે શહેરમાં વધુ એક પરિણિતાને બિભત્સ ફોટો અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી ત્રણ શખ્સોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની વધુ એક ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ સમગ્ર બનાવ અંગે ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી પરિણિતાએ મહિલા વેસ્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદની પરિણીતા પર ત્રણ શખ્સોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હોવાની મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં ભારે ચકચાર મચી ગઇ છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય પરિણિતાએ બોટાદ જિલ્લાના રાણપુરના શખ્સે પરિણીતાના બિભત્સ ફોટો અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ મુક્યો છે. મૂળ રાણપુરની રહેવાસી અને હાલ ઘાટલોડિયામાં રહેતી ૨૮ વર્ષીય પરિણીતાને રાણપુરના જ ભરત ઉર્ફે ઘનશ્યામસિંહ પરમારે ફોન પર બિભત્સ વાતો કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. ભરતે રાણપુરમાં પરિણીતા સાથે જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધી ફોટો પાડ્‌યા હતાં. ત્યારબાદ ભરતે તેની રાણપુરના જ ફિરોઝ લોહરિયા અને સાદિક ગઢીચા સાથે ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી ત્રણેયે પોર્નોગ્રાફી બતાવી પરિણિતા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાના ગંભીર આરોપ પરિણિતાએ લગાવ્યા હતા. આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસે પરિણિતાની ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

નંદાસણ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

ચૂંટણીને લઇ મહિલા કોંગ્રેસ દાવેદારી નોંધાવવા સક્રિય છે

aapnugujarat

જસદણ પેટા ચૂંટણી પૂર્વે સ્થાનિક પાટીદારમાં રોષ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1