Aapnu Gujarat
ગુજરાત

સંખેડા તાલુકાનાં સિહાદ્રા ગામની નર્મદા કેનાલમાં ગાબડુ

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી નજીક સંખેડા તાલુકાના સિહાદ્રા ગામની નર્મદા મુખ્ય કેનાલમાં આજે ગાબડુ પડતા આસપાસનાં ખેતરોમાં પાણી ભરાવાનો સ્થાનિકો અને ગામનાં લોકોમાં ફેલાયો ગયો છે.
બોડેલી નજીક આવેલા સિહાદ્રા ગામ પાસે નર્મદની મુખ્ય કેનાલમાં ગેટ નંબર ૨૬થી આશરે ૫૦૦ મીટરના અંતરે કેનાલમાં ગાબડુ દેખાતા નર્મદા નિગમના અધિકારીઓ દોડધામ કરી રહ્યાં છે જેને લઇ કેનાલમાં પાણીનું લેવલ અને પાણીનો પ્રવાહ ઓછો કરવા નિગમ દ્વારા દરવાજા બંધ કરી દુર્ઘટના ટાળવાનો પ્રયાસ હાલ હાથ ધરાયો છે.
નર્મદાની મુખ્ય કેનાલમાં હાલ વધુ પાણી આવવાથી કેનાલનો સ્લેબ ધોવાયો છે, કેનાલની અંદરના ગાબડુ પડ્યું છે. નજીક આવેલા ગેટને બંધ કરાતા હાલ પાણીનો પ્રવાહ ઓછો થયો છે જેના કારણે પાણી કેનાલની બહાર ન નીકળતા હાલ તો લોકોએ હાશકારો અનુભવ્યો છે પરંતુ કેનાલમાં પડેલા ગાબડાથી હજુ આજુબાજુના ગામના ખેડૂતો અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

PSIમાંથી પીઆઇ તરીકેના પ્રમોશન સામે સ્ટે દૂર કરાયો

aapnugujarat

રાજ્યમાં ધોરણ ૧થી ૯ અને ૧૧માં માસ પ્રમોશન અપાયું

editor

कोरोना काल में गरबा खेलने वालों के लिए खुशखबरी

editor

Leave a Comment

UA-96247877-1