Aapnu Gujarat
ગુજરાત

ઉદ્યોગકારે ફેક્ટરી બનાવવા માટીથી પૂરણ કરી રસ્તો બંધ કર્યો

પ્રાંતિજથી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જણાવે છે કે,રસ્તો બંધ થઇ જતાં ખેડૂતોને ખેતરમાં જતા અને વાહનચાલકોને ભારે હાલાકી પ્રાંતિજના નનાનપુરમાં સોનાસણથી નનાનપુર પાસે દાનાવાળુ તળાવ અને સરકારી જમીન નજીક ખેડૂતે જમીન ઉદ્યોગકારને વેચતાં અહીં મોટી ફેક્ટરી બનાવવાના ચક્રો ગતિમાન થયા છે. પરંતુ આ જમીન ખરીદનાર ફેક્ટરીવાળા શખ્સોએ સરકારી જમીનમાં દબાણો કરી અન્ય ખેડૂતોના ખેતરમાં જવા આવવાનો રસ્તો માટીથી પૂરણ કરીને બ્લોક કરી દીધો છે.જેના કારણે અસંખ્ય ગરીબ મધ્યમ ખેડૂતો અને પશુપાલકો રસ્તો બ્લોક થતાં પરેશાન થઈ રહ્યા છે.અહીં જે ફેક્ટરી કે ઉદ્યોગ બંને છે તેની એન.ઓ.સી સહિતની મંજૂરી લીધી છે કે કેમ એ પ્રશ્ન પણ ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આડેધડ માટી નાખતા દ્વિચક્રી વાહનો ચલાવતા લોકો પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ઉપરોક્ત તમામ પ્રકારની મુશ્કેલીઓના નિરાકરણ માટે ગ્રામજનોએ માંગ કરી છે. તેમજ ખેડૂત અને આગેવાન રમેશપુરી રામપુરી દ્વારા તંત્ર અને કલેક્ટરને લેખિત જાણ કરી છે.

Related posts

ખાડિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીનો કકળાટ

aapnugujarat

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ઘટાડો

aapnugujarat

અમદાવાદમાં તીન તલાકના કાયદાનો વિરોધ, માર્ગ પર ઉતરી મુસ્લિમ મહિલાઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1