Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી મહુવાની મુલાકાતે

  ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે, મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના દરિયા કાંઠા વિસ્તારમાં તાઉ તે વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિનો ક્યાસ કાઢવા અને નુકસાની અંગે જાત માહિતી મેળવી ગ્રામજનોની વિતક સાંભળવા  આ અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાતનો ઉપક્રમ શરુ કર્યો છે.

    મુખ્યમંત્રીશ્રી આ અન્વયે આજે ભાવનગરના મહુવા તાલુકાના પઢિયારકા ગામે પહોંચ્યા છે અને  અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના મકાનો, માલ-મિલકત વગેરેના નુકસાનની વિગતો મેળવી  રહ્યાં છે.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આ મુલાકાત બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે મહુવામાં બેઠક યોજી સ્થિતિનું વિગત વાર આકલન પણ કરશે.

   મુખ્યમંત્રીશ્રી સાથે આ અસરગ્રસ્ત ગામની મુલાકાતમાં રાજ્ય મંત્રી શ્રીમતી વીભાવરીબહેન દવે,ધારાસભ્યો, જિલ્લાના પદાધિકારીઓ તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસ નાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયાં છે

Related posts

Online workshop on Covid-19 & Covid Vaccine Plan & Covid Appropriate Behaviour for RJs held in Gujarat

editor

NEW YEAR EVENT AT HARE KRISHNA MANDIR, BHADAJ

aapnugujarat

आदिवासी समाज को दी गई वनपैदाश की पूरी मालिकी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1