Aapnu Gujarat
ગુજરાત

સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

સાબરકાંઠાથી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જણાવે છે કે,શાળા બંધ હોવાથી સગીરા ઘરે હોઇ મજૂરી અર્થે ઝાંઝવા પાણાઇના શખ્સની ઇકોમાં જતાં પરિચય કેળવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારની સગીરા શાળા બંધ હોઇ લૉકડાઉનમાં ઘરે હોઇ અન્ય લોકો સાથે ઘઉં કાપવા જતી હોઇ ઝાંઝવા પાણાઇની ઇકોમાં જતાં ચાલકે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.અંતરિયાળ વિસ્તારની 15 વર્ષીય સગીરા ઘરે હોઇ લક્ષ્મીપુરા બાજુ કંપામાં ગામના વાલજીભાઇ સોલંકી સાથે ઘઉં કાપવા જતી હતી. નરેશ પારઘી તેની ઇકો ગાડીમાં મજૂરોને લઈ જતો અને મૂકવા આવતો નરેશભાઇને સગીરા સાથે ઓળખાણ થઇ હતી.હોળીના દિવસોમાં નરેશભાઈ તેની ઇકોમાં મજૂરો સાથે લક્ષ્મીપુરા કંપાથી નીકળી રાત્રે બીજા મજૂરોને ઉતારી દીધા હતા. નરેશભાઇએ સગીરાને ઇકોમાંથી ઉતરવાની ના પાડી તેને ગામથી થોડે આગળ અવાવરૂ જગ્યાએ લઇ જઇ બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. નરેશભાઇ સગીરાને અવારનવાર મળવા બોલાવતો હતો.હોળી પછી સગીરા બાજુના ગામમાં તેની બહેન પાસે ગઇ હતી. ત્યાંથી ઘરે જતી હતી. ત્યારે નરેશ તેને પરોયા ગામ બાજુ લઇ ગયો હતો અને સગીરાને પત્ની તરીકે રાખવાની લાલચ આપી દુષ્કર્મ આચરતાં સગીરા ગર્ભવતી થઈ હતી. જેની જાણ તેની માતાને થતાં માતા પિતાએ નરેશભાઇ ના ઘરે જઇ વાતચીત કરતા કોઇ વાતનો ઉકેલ ન આવતાં અને પત્ની તરીકે રાખવા તૈયાર ન થતાં સગીરાએ ફરિયાદ નોંધાવી હતી

Related posts

शाह का दावा : १५० से ज्यादा सीटों बनाएंगी बीजेपी

aapnugujarat

મોદીના હસ્તે નર્મદા કાંઠે આધુનિક ટેન્ટ સિટીનું લોકાર્પણ

aapnugujarat

ભાવનગરના ૧૧ તાલુકાના ૧૦૫ ગામોમાંથી કોરોનાની ગાઇડલાઇન જાળવીને સ્થળાંતર કરાયું

editor

Leave a Comment

UA-96247877-1