Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા સીટી પોલીસએ માનવતા મહેકાવી.

ધ્રાંગધ્રાથી અમારા સંવાદદાતા સન્ની વાઘેલા જણાવે છે કે,ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા આવાર-નવાર સેવાકીય પ્રવૃતિમાં મહત્વનું યોગદાન નજરે પડે છે ત્યારે પોલીસ પ્રજાનો મિત્ર હોવાનુ સુત્ર સાથઁક કરતા ધ્રાગધ્રા સીટી પોલીસના હેડ કોન્સ્ટેબલ દ્વારા માનવતાની મહેક પ્રસરે તેવુ કાયઁ કયુઁ હતુ. જેમા ધ્રાગધ્રા શહેરી વિસ્તારમા રહેતા પરેશભાઇ રામજીભાઇ સોનગ્રા શુક્રવારના રોજ આંગળીયા પેઢીમાંથી રુપિયા ૫૦ હજાર લઇને નિકળતા રસ્તા પર તેઓના રુપિયા પડી ગયા હતા જેથી તેઓના ઘેર જઇને જાણ થતા તેઓએ તાત્કાલિક સીટી પોલીસનો સંપકઁ કયોઁ હતો જ્યા હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ડોડીયા તથા પંકજકુમાર વાઘેલા દ્વારા ટેકનીકલ સ્યોરસીસની મદદથી સીસીટીવી ફૂટેજ તપાસી ગણતરીની કલાકોમાં જ ૫૦ હજાર રુપિયા મળેલ વ્યક્તિની ઓળખ કરી તેના સુધી પહોચી મુળ માલિકને રુપિયા પરત કરાવ્યા હતા. હાલના આથીઁક ખેચમા જીવતા પરિવારે પોતાના રુપિધાની આશા જ ગુમાવી દીધી હતી પરંતુ સ્થાનિક સીટી પોલીસ દ્વારા સતઁકતા દાખવી રુપિયા પરત અપાવતા મુળ માલિકે સીટી પોલીસનો આભાર વ્યક્ત કયોઁ હતો.

Related posts

મહેસાણામાં બાપે સગી દીકરી સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

aapnugujarat

ભાજપના ૨૦ પૂર્વ મંત્રી સહિત ૬૮ વીઆઇપીની સુરક્ષા સરકારે પાછી ખેંચી

aapnugujarat

गणेश महोत्सव को उत्साह और भक्तिभाव के बीच प्रारंभ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1