Aapnu Gujarat
ગુજરાત

ડોક્ટરોની હડતાળના પગલે જિલ્લા ક્લેક્ટરે આપી નોટીસ

સાબરકાંઠાથી અમારા સંવાદદાતા દીગેશ કડિયા જણાવે છે કે,ડૉકટસૅ તથા નર્સિંગ સ્ટાફની છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ ને લઈને હડતાલ પર છે ત્યારે વર્ગ-૨ ના તબીબી અધિકારીઓ પણ હડતાળ પર ઉતર્યા છે. ફિક્સ પગારની‌ અસમાનતા, ઇન્સેન્ટીવ અને કેન્દ્રીય ધોરણે N.P.A આપવાની માંગ સહીત પડતર માંગણીઓ સાથે હડતાળ નું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે SDH, CHC અને PHC  સેન્ટરમાં કામ કરતા ડોક્ટરોએ રાજીનામા આપ્યા હતા.આરોગ્ય કમિશ્નરે હડતાલ અયોગ્ય ઠેરવી એપેડેમિક‌ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.જિલ્લા કલેકટરે તમામ ડોક્ટરને એક દિવસમાં હાજર થવા નોટીસ આપી હતી. આ આદેશને દમનકારી પગલુ ગણાવી જિલ્લાના તમામા તાલુકાઓના આરોગ્ય સેન્ટરો પર કામ‌ કરતા વર્ગ – 2 ના ડોક્ટરોએ રાજીનામાં આપ્યા હતા. જિલ્લાના 25 માંથી 1૯ ડોક્ટરોએ રાજીનામા આપ્યા.હડતાળ અને હવે રાજીનામાં થી આરોગ્ય સેવાઓને ઘણી અસર પડશે.  

Related posts

સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી

aapnugujarat

અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા ૧૦૦ જેટલી ઈલેક્ટ્રીક બસોનો પ્રયોગ કરાશે

aapnugujarat

નસવાડી પોલીસના એએસઆઈ રિટાયર્ડના દિવસે મૃત્યુ થતા ગાર્ડ ઓફ ઓનર અપાયું

editor

Leave a Comment

UA-96247877-1