Aapnu Gujarat
ગુજરાત

બોટાદના રામપુરા ગામમાં CSC બીસી સખી પુષ્પાબેનની સરાહનીય કામગીરી

બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરાહવા જણાવે છે કે,સમગ્ર વિશ્વ કોરોનાના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે.ત્યારે બોટાદના બરવાળા તાલુકાના રામપુરા ગામમાં સી.એસ.સી બીસી સખી પુષ્પાબેન દ્વારા પોતાના સેન્ટરે અને ઘરે ઘરે જઈને ડીજીપે ના મધ્યમ થી બેન્કિંગ સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે.તેઓએ એપ્રિલ મહિનામાં ૧૫૦ થી વધુ ટ્રાન્જેક્શન કરી આશરે ૭ લાખ રૂપિયાની રકમ ઉપાડી ગામલોકોને મદદ કરી સમગ્ર જીલ્લામાં પ્રથમ આવેલ, તેઓ બીસી સખી રૂપે કોરોનો વેરિયર્સ તરીકે ઉમદા સેવા આપી રહ્યા છે.

     આ ઉપરાંત બોટાદ જીલ્લા  સી.એસ.સી ઇ-ગવર્નન્સ જીલ્લા મેનેજર વિપુલભાઈ દેશાણી અને અશોકભાઈ ઉભડિયાના માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લામાં  ટોટલ ૧૪૦ થી વધુ કોમન સર્વિસ સેન્ટર ના વી.એલ.ઇ કામગીરીમાં  જોડાય છે જેઓ કોરોના ગાઈડલાઇનનું પાલન કરી ડીજીપે સર્વિસના મધ્યમથી વિકલાંગો, વૃદ્ધો ,તેમજ કિસાન સમ્માન નિધિ યોજના ના લાભાર્થીઓ ને પોતાના ગામમા જ બેન્ક ખાતામાંથી રકમ ઉપાડી આપવાનું સરાહનીય કામગીરી કરી રહ્યા છે.

Related posts

સાબરકાંઠા ક્રાઈમબ્રાંચે ૨.૭૨ લાખનો ઈંગ્લિશ દારૂ ઝડપ્યો

aapnugujarat

ट्रेन के एसी डिब्बे के यात्री के लिए बीपीटी सुविधा बंद

aapnugujarat

વાડજમાં બેફામ ડ્રાઈવિંગ કરતાં યુવકે બાળકીનો ભોગ લીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1