Aapnu Gujarat
ગુજરાત

બોટાદ ખાતે જિલ્લા પ્રભારી સચિવશ્રીની પ્રિ – મોન્સુનની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરાહવા જણાવે છે કે,બોટાદ ખાતે જિલ્લા પ્રભારી સચિવશ્રી સંજીવકુમારના અધ્યક્ષસ્થાને વાવાઝોડા તથા પ્રિ–મોન્સુન 2021 ની પૂર્વ તૈયારી માટે જિલ્લાના તમામ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં અધ્યક્ષ શ્રીએ દરેક વિભાગની માહિતી મેળવી. દરેક અધિકારીશ્રીઓને કામગીરી કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી જેમાં નિવાસી અધિક કલેકટરશ્રી, નાયબ કલેકટરશ્રી-1, તમામ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, સિંચાઈ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ – પંચાયત, પી.જી.વી.સી.એલ. વિભાગના અધિકારીશ્રી, નગરપાલિકા વિભાગ, આરોગ્ય વિભાગ, આર.ટી.ઓ. વિભાગ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પોલીસ વિભાગ, બી.એસ.એન.એલ, શિક્ષણ, પશુપાલન, ખેતીવાડી વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિતના વિભાગોના અધિકારીશ્રીઓને કામગીરી માટે જરૂરી સૂચનો કર્યા હતા.તેમજ કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ પોલીસ અધિક્ષકશ્રીએ પણ જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત બેઠકમાં જિલ્લામાં કોરોના-19 અંગે તેમજ વેક્સીનેશન અંગેની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ભયજનક હોડીગ્સ ઉતારી લેવા, વાવાઝોડા – ભારે વરસાદની સ્થિતિમાં સિંચાઈ વિભાગને ડેમ સાઈટ પર લોકોની અવરજવર ન થાય તથા નદીમાં પટમાં લોકોની અવરજવર ન થાય તે માટે સુચના આપવામાં આવી હતી. જિલ્લાની અન્ય કચેરીઓ ખાતેના કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે.

Related posts

હાટકેશ્વર જંકશન પર ફલાય ઓવર બ્રીજ બનાવવા નિર્ણય

aapnugujarat

१००० किलो चांदी की पाट की चोरी के मामले में दो गिरफ्तार

aapnugujarat

Lt Governor of Pondicherry Ms. Kiran Bedi pays courtesy visit to CM

aapnugujarat

Leave a Comment

UA-96247877-1