Aapnu Gujarat
ગુજરાત

“મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન” અંતર્ગત નવયુવાનોનો નવતર અભિગમ

મહેસાણાથી અમારા સંવાદદાતા મહેશ અસોડિયા જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરેલ મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત ખેરાલું તાલુકાના વિઠોડા ગામના યુવાનો દ્વારા નવતર અભિગમ શરૂ કરાયો છે.સપ્તાહના ત્રણ દિવસ છાણ,ઘી,કપુર સહિત પીપળો અને સેજડાના લાકડાને પ્રજ્જવલીત કરી ગામના વાતાવણને શુધ્ધ બનાવી રહ્યા છે.આ યુવાનો સમગ્ર ગામમાં આ અગ્નિ સાથે ગામની દરેક શેરીઓ,મહોલ્લા અને જાહેર રસ્તા પર પરીભ્રમણ કરી વાયુને શુધ્ધ બનાવી વિઠોડા ગામ કોરોના મુક્ત બને તેવો નાનો પ્રયાસ શરૂ કરાયો છે.
વિઠોડા ગામના નવયુવાન કનુંભાઇ પી ચૌધરીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. કોરોના મહામારીને મ્હાત કરવા સરકાર સહિત નાગરિકો કટિબદ્ધ બન્યા છે ત્યારે આ સમયે વિઠોડા ગામને કોરોના મુક્ત કરવા માટે અમારી ટીમ દ્વારા આ પ્રયાસ શરૂ કરાયો છે.તેમણે જણાવ્યું હતુ કે, પહેલાં યુવાનો પોતાના ખર્ચે આ કામગીરી કરી રહ્યા હતા. આજે ગામના નાગરિકોનો સહયોગ મળી રહ્યો છે. ગ્રામ્યજનો દ્વારા આ હવન અગ્નિમાં ઘી,કપુર,લાકડા,ગાયનું છાણ સહિતની આહુતિ આપી રહ્યા છે.
વિઠોડા ગામના મુળજીભાઇ વી ચૌધરીએ જણાવ્યું હતું કે આ પ્રકારના પ્રયોગથી વાતાવરણમાં ઓક્સિજન છુટો પડે છે. તેમજ લોકોના મનમાં હૃકારત્મકભાવ જન્મે છે.તેમણે જણાવ્યું હતું કે વાતાવરણમાં પવિત્રતા સાથે આરોગ્યને તંદુરસ્ત રાખવાનો અનોખો પ્રયોગ કરાયો છે.વિઠોડા ગ્રામ્યજનોના સહયોગથી દર ત્રણ દિવસે ગામમાં ફરી ગ્રામ્યજનેમાં હકારત્મક ભાવ સાથે માનસિક મનોબળ પણ મજબુત બન્યુ છે.

Related posts

વિરમગામ તાલુકાના વાંસવા ખાતે સ્વાઇન ફ્લુ પ્રતિરોધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

aapnugujarat

સ્વતંત્રતા પર્વે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કંડારી ખાતે કરાવ્યુ ધ્વજવંદન

aapnugujarat

પત્નીએ પતિને રંગેહાથ પકડ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1