Aapnu Gujarat
ગુજરાત

“દાદા-દાદીના દોસ્ત” અભિયાન અંતર્ગત નિ:સંતાન અને જરૂરિયાતમંદ સીનીયર સીટીજનોને રાશનકીટનું વિતરણ

બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરાહવા જણાવે છે કે,સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ જિલ્લા પોલીસ અંતર્ગત છેલ્લા દોઢ વર્ષથી જિલ્લામાં વડીલોની સુરક્ષા અને સેવા માટે “દાદા-દાદીના દોસ્ત” અભિયાન અમલમાં છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએથી નોંધણી થયેલ તમામ સીનીયર સીટીજન સાથે નિયમિત રીતે ટેલિફોનિક સંપર્ક કરી તેઓની કુશળતાની માહિતી મેળવવામાં આવે છે. હાલમાં કોવિડ-૧૯ કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાને લઇ સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આંશિક લોકડાઉનના લીધે સીનીયર સીટીજનની થનાર સંભવિત સમસ્યાઓ ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા નાઓની સુચનાથી મહિલા પોલીસ સ્ટેશન બોટાદ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓની એક ટીમની રચના કરી “દાદા-દાદીના દોસ્ત” અભિયાન અંતર્ગત નોંધણી થયેલ જિલ્લાના તમામ નિ:સંતાન દાદા-દાદીની તેમના ઘરે જઇ રૂબરૂ મુલાકાત અને કાઉન્સેલીંગ કરવામાં આવ્યું. સીનીયર સીટીજનને કોવિડ-૧૯ થી સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખવા સમજ કરવામાં આવી તથા જિલ્લાના નોંધણી થયેલ તમામ નિ:સંતાન દાદા-દાદીની રૂબરૂ મુલાકાતના અંતે કુલ-૧૦૦ જેટલા સીનીયર સીટીજનની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હોય તેઓને રાશન કીટ આપવાની જરૂરિયાત હોવાનું ધ્યાને આવેલ હતું.

પોલીસ અધિક્ષક બોટાદ શ્રી હર્ષદ મહેતા નાઓ દ્વારા જરૂરિયાત વાળા 100 સીનીયર સીટીજનને રાશનકીટ વિતરણ કરવા માટે રીયલ સ્પીનટેક્ષ રાણપુરના શ્રી કૌશરભાઇ કલ્યાણી તથા સિરાજભાઇ ગાંગાણીના સૌજન્યથી સીનીયર સીટીજનને એક માસ ચાલે તેટલા જરૂરી રાશનની કીટ તૈયાર કરવામાં આવી તથા દરેક સીનીયર સીટીજનને કોવિડ-૧૯ ની ગાઇડલાઇન ધ્યાને લઇ કીટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ. જેમા આજરોજ તા.૧૪/૦૫/૨૦૨૧ ના રોજ રમઝાન ઇદ તથા અક્ષય તૃતિયાના શુભ અવસરે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધણી થયેલ રાણપુર શહેરના કુલ-૦૫ નિ:સંતાન દાદા-દાદીને પ્રતિકાત્મકરૂપે પોલીસ અધિક્ષકશ્રી બોટાદ નાઓની ઉપસ્થિતિમાં કીટ વિતરણ કરવામાં આવેલ તેમજ મહિલા પોલીસ સ્ટેશન બોટાદ ખાતે બોટાદ શહેરના નોંધણી થયેલ કુલ-૦૭ નિ:સંતાન સીનીયર સીટીજનને કીટ વિતરણ માટે કોવિડ-૧૯ ની ગાઇડલાઇન અનુસાર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શ્રી હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક બોટાદ, રીયલ સ્પીનટેક્ષ રાણપુરના          શ્રી કૌશરભાઇ કલ્યાણી તથા શ્રી સિરાજભાઇ ગાંગાણી, બોટાદ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી એચ.આર.ગોસ્વામી, મહિલા પો.સ્ટે.ના પો.ઇન્સ. સુ.શ્રી આર.એમ.ચૌહાણ નાઓની હાજરીમાં કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રી દ્વારા “દાદા-દાદીના દોસ્ત” અભિયાનની રૂપરેખા તથા આ અભિયાન અંતર્ગત અગાઉ થયેલ કાર્યક્રમો, સીનીયર સીટીજનને પોલીસ વિભાગે તાત્કાલીક પુરી પાડેલ મદદ વિશે તથા મેડીકલ ચેકઅપ વિશે માહિતી આપવામાં આવી. આ પ્રસંગે શ્રી સિરાજભાઇ ગાંગાણી રીયક ટેક્ષસ્પીન રાણપુર દ્વારા જિલ્લા પોલીસના આ સેવા કાર્યને ખુબ ઉમદા પ્રવૃતિ ગણાવી આ અભિયાનમાં જોડાયેલ તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા, શ્રી કૌશરભાઇ કલ્યાણી તથા શ્રી સિરાજભાઇ ગાંગાણી નાઓના હસ્તે પ્રતિકાત્મક રૂપે  કુલ-૦૭ નિ:સંતાન સીનીયર સીટીજનને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી. રાશનકીટની  જરૂરિયાત વાળા જિલ્લાના બાકી 100 નિ:સંતાન સીનીયર સીટીજનને મહિલા પોલીસ સ્ટેશનની ટીમ તથા સ્થાનિક પો.સ્ટે.ના અધિકારી દ્વારા આગામી સમયમાં તેઓના ઘરે રૂબરૂ જઇ કીટ વિતરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

બોટાદ જિલ્લા પોલીસે વડીલોની સંભાળ અને જરૂરિયાત પુરી કરી સાચા અર્થમાં ગુજરાત પોલીસના સેવા, સુરક્ષા અને શાંતિના ઉદેશ્યને ચરિતાર્થ કરેલ છે.

Related posts

બુલેટ ટ્રેનનું ખાતમૂર્હુત સ્થળ સલામતી છાવણીમાં ફેરવાયું

aapnugujarat

હત્યા સહિતના ગુનાઓમાં સામેલ ગુનેગાર ઝબ્બે

aapnugujarat

વડોદરામાં ભરશિયાળે પાણીનો કકળાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1