Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા ક્રાઈમબ્રાંચે ૨.૭૨ લાખનો ઈંગ્લિશ દારૂ ઝડપ્યો

સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા તથા અસરકારક કામગીરી કરવા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીક સા.શ્રીનાઓએ આપેલ આદેશ મુજબ વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી.નાઓએ પો.સ.ઇ. જે.પી.રાવ. તથા એલ.સી.બી. શાખાના માણસોને જરૂરી માર્ગદર્શન આપી ટીમ બનાવી બાતમીદારો રોકી અસરકારક બાતમી હકીકત મેળવી નાકાબંધી કરી પ્રોહીબીશનની પ્રવૃત્તિ નાબુદ કરવા આપેલ સુચના મુજબ બાતમીદારથી ખાનગી બાતમી હકીકત મળેલ કે, ‘‘એક સિલ્વર કલરની ઇકો ગાડી નંબર જીજે. ૩૮ બી.એ. ૩૬૦૮ ની ઈંગ્લિશ દારૂ ભરી શામળાજી આશ્રમ તરફ થઇ દાવલી, મેઢાસણ થઇ લીંભોઇ થઇ નીકળનાર છે’’ જે બાતમી હકીકત આધારે તાજપુર કેમ્પ ત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરી રોડ ઉપર આડાશ ઉભી કરી વોચમાં ઉભા રહી આવતા જતા વાહનો ચેક કરતા હતા તે દરમ્યાન તાજપુર કેમ્પ ગામ તરફથી ઉપરોક્ત બાતમીવાળી સિલ્વર કલરની ઇકો ગાડી નંબર જીજે. ૩૮ બી.એ. ૩૬૦૮ આવતા હાથથી ઇશારો કરતા ગાડીના ડ્રાઈવરે ગાડી રોકેલ જે ઇકો ગાડીમાં જોતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૧૫ જેમાં બોટલ નંગ-૧૮૦ કિ.રૂ.૭૨,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા ઇકો ગાડી નંબર જીજે. ૩૮ બી.એ. ૩૬૦૮ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/ મળી કુલ રૂ.૨,૭૨,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી આરોપી પૃથ્વીરાજસિંહ જશુભા ગોહિલ (રહે.૧૨૩, દરબાર ગઢ,રેવાતા.ઉમરાળા, જી.ભાવનગર, હાલ રહે.સાણંદ, ભાનુરથ સોસાયટી, તા.સાણંદ જી.અમદાવાદ) (૨) વિશાલ નામનો માણસ જેના પુરા નામની ખબર નથી (રહેવાસી રાયપુર, ડોડીસરા)નાઓ વિરૂધ્ધ તલોદ પો.સ્ટે. ખાતે થર્ડ ગુ.ર.નં. ૫૨૫૬/૧૯ ધી ગુજરાત પ્રોહિ એકટ ક. ૬૫એઇ,૮૧,૮૩, ૧૧૬બી, ૯૮(૨) મુજબનો ગુનો દાખલ કરાવી ગણનાપાત્ર કેસ કરેલ છે.


(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

डिवोर्सी आंटी की प्रेमजाल में फंस कलापीनगर क्षेत्र के युवक ने जान दी

aapnugujarat

સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ, યુથ કોંગ્રેસની રેલીમાં આવેલા 25થી વધુની અટકાયત

aapnugujarat

ચૂંટણી ડ્યુટી પર કુલ ૬૦૦ અર્ધલશ્કરી દળની કંપનીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1