Aapnu Gujarat
ગુજરાત

સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ, યુથ કોંગ્રેસની રેલીમાં આવેલા 25થી વધુની અટકાયત

યુથ કોંગ્રેના નેતાઓ યુવા સ્વાભિમાન રેલીમાં ઘ જીરો સર્કલ પાસે એન્ટ્રી છે જ્યાં મોટો બંદબસેત પોલીસનો ગોઠવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આખા ગુજરાતમાં યુવાનો કે જેઓ વિરોધ કરી રહ્યા છે તેમને ડીટેઈન કરવામાં આવી રહ્યા છે. 20થી 25 જેટલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેઈન કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસના કાર્યક્રમમાં શુ કામ રોકવા માટે આવે છે. અાજે અમારા ઠેકેદારો વિધાનસભા જોવા આવી રહ્યા છે ત્યારે તેમને શા માટે પકડવામાં આવી રહ્યા છે તેવું કોંગ્રેસ તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું.

આજના આ દિવસની રેલી વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે કેમ, કે, પોલીસ દ્વારા મંજૂરી નથી ાપવામાં આવી અને ગાંધીનગરમાં તેનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યાે છે.

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસ સક્રીય બની છે અને વિવિધ પ્રકારના મુદ્દાઓ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. અગાઉ મહિલાઓ એ વિધાસનભાની બહારે દેખાવો કર્યા હતા. આ ઉપરાંત આદિવાસી સભા પણ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે યોજવામાં ાવી હતી ત્યારે અાજે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવા માટે ફરી યુવા સ્વાભિમાન સંમેલન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે.

Related posts

ભરતસિંહ સોલંકીની તબિયત ક્રિટીકલ

editor

रेरा के तहत रजिस्ट्रेशन की अवधि बढ़ने की संभावना

aapnugujarat

મુખ્યમંત્રીશ્રીને  ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા ૮૦.૮ર લાખનો  ડિવીડન્ડ ચેક અર્પણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1