Aapnu Gujarat
ગુજરાત

ભરતસિંહ સોલંકીની તબિયત ક્રિટીકલ

ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત વધુ નાદુસ્ત થતાં તેઓને તાબડતોડ રીતે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમની તબિયતને લઈને એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. હાલ જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી હાલ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમની તબિયત ક્રિટીકલ બતાવવામાં આવી છે. ભરતસિંહને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને અસ્થમા, ડાયાબિટીસ અને હાઈપરટેંશન જેવી અનેક બીમારીઓ છે. જેના કારણે કોરોનામાં તેમની તબિયત વધુ બગડતી જઈ રહી છે. કોંગી નેતા ભરતસિંહના આજના રિપોર્ટમાં ક્રિટીકલ અને રિસ્ક જેવું તારણ સામે આવ્યું છે, જેના કારણે કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમ છતાં ડોક્ટરોની ટીમ ખડેપગે તેમની સારવાર કરી રહી છે જેના કારણે સોલંકીની તબિયત હાલ તો સ્થિતર છે, અને ધીમે ધીમે સુધરી રહી હોવાનું સૂત્રો બતાવી રહ્યા છે.

Related posts

કાંકરેજ પૂર્વ વિસ્તારના ખેડૂતોની ભૂગર્ભ જળને પહોંચી વળવાની સરકાર પાસેની માંગણીમાં છીડા

aapnugujarat

પારણાં કરવાનો નિર્ણય સારો છે : નીતિન પટેલ

aapnugujarat

સાબરકાંઠા ફોરેસ્ટ વિભાગે પાંચ શિકારી ઝડપ્યા

editor

Leave a Comment

UA-96247877-1