Aapnu Gujarat
Uncategorized

કોડીનારમાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો

ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ૪ કલાકમાં ધોધમાર ૬ ઈંચ અને તાલાલામાં ૨ કલાકમાં ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ જૂનાગઢમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાય ગયા હતા. વાવણી કર્યા બાદ વરસાદ પડતાં ખેતરમાં ઉભા પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં આજે આભમાંથી કાચુ સોનું વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોડીનાર પંથકના દેવળી, પીપળી, છારા, સરખડી, દુદાના અને રોનાજ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. આ સાથે જ વેરાવળ પંથકના ભેટાડી, રામપરા, લુભા, કોડીદ્રા અને આજુબાજુના ગામોમાં વરસાદ પડ્યો હતો. આ સાથે જ સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતાં.
ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડતા નાના તળાવો, નદીઓ અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ હતી. આ સાથે જ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા.
અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. રાજુલા, માંડરવડી અને વડલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે કેટલાક ખેતરોમાં પાણી ભરાય ગયા હતા.

Related posts

વેરાવળ રેલ્વે સ્ટેશન રોડની ખુલ્લી ગટરો જીવલેણ સાબિત થશે!

aapnugujarat

સૌરાષ્ટ્રની તમામ બેઠકો ઉપર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું

aapnugujarat

રીતિક રોશન હજુ પૂર્વ પત્ની સુઝેનની પુરતી કાળજી લે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1