Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઇમાં ધોધમાર વરસાદ

મહારાષ્ટ્રમાં મોનસૂનની એન્ટ્રી થયા બાદ હવે ધીમે ધીમે વરસાદે પોતાનું રૂપ બતાવવાનું શરૂ કર્યું છે. થોડા દિવસથી મુંબઈમાં સામાન્ય વરસાદ પડ્યા બાદ આજે મોડી રાતે અનેક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે અને અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. શુક્રવારે સવારે પણ અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો. મુંબઈમાં શુક્રવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રિપોટ્‌ર્સ અનુસાર, હિંદમાતા, સાયન, કુર્લા જેવા વિસ્તારમાં ભારે વરસાદને કારણે સવારથી જ પાણી ભરાવાને કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઉપરાંત પરેલ, કિંગ્સ સર્કલ અને દાદરના કેટલાક ભાગમાં પણ પાણી ભરાયા હતા.
સોશિયલ મીડિયા પર પણ મુંબઈ વરસાદ વિશે વાતો થઈ રહી છે અને તસવીરો અને વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે પણ મુંબઈના કેટલાક વિસ્તારમાં વરસાડ પડવાની શક્યતા છે.
બીજી બાજુ શહેરમાં ભારે વરસાદની આગાહી બાદ મુંબઈ પોલીસે લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત શહેરોમાંથી એક મુંબઈમાં પહેલાથી જ પોલીસે ઘરની બહાર નીકળવા માટે કેટલાક દિશાનિર્દેશ બહાર પાડ્યા છે.

Related posts

અમેઠી સીટ પર ૨૧ વર્ષ બાદ કોંગીની હાર

aapnugujarat

નિતિશકુમારનો ચાન્સ નથી, મોદી જ બનશે વડાપ્રધાન : પ્રશાંત કિશોર

aapnugujarat

બંને પાર્ટી પરિવારવાદ અને જાતિવાદથી ગ્રસ્ત : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1