Aapnu Gujarat
Uncategorized

વેરાવળ રેલ્વે સ્ટેશન રોડની ખુલ્લી ગટરો જીવલેણ સાબિત થશે!

ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક ના #વેરાવળ ના રેલ્વે સ્ટેશન રોડ ની ગટરો ખુલ્લી #હોય ને હેવી વ્હીકલો ના અવરા જવરા ને કારણે ગુણવત્તા સભર મટીરીયલ ન વપરાવા ને કારણે છાસ વારે આ ગટર તુટી જાય છે!  શહેરીજનો પાસે થી મળતી માહિતી મુજબ છેલ્લા ૨૦ વર્ષ થી આ પ્રશ્ર્ન ઉભો છે ને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે!!!
અહીં રેલ્વે સ્ટેશન હોય ખુબ ટ્રાફીક પણ રહે છે તેથી રાત્રે નીકળતા રાહદારીઓ ને નાના #વાહન #ચાલકો #ઘણી #વાર આ #ગટરમાં #પડે #છે ને #તેમની #જાન #જોખમાય છે! અહીં અટલો ટ્રાફીક રહેતો હોય છતા પેશકદમી પણ ખુબ છે જેથી રોડ રસ્તા સાંકડા બની ગયા છે ને ગટરો ખુલ્લી થઈ ગઈ હોય સામેથી આવતા વાહનો ની લાઈટ માં વયોવૃદ્ધ લોકો ગટરમાં પડયાના બનાવો પણ બન્યા છે ને કેટલાક નાના વાહન ચાલકો પરીવાર સાથે આ ગટરમાં પડવાના બનાવો બન્યા છે! ને લોકો હાલત પોતા હાથ પગ કે શરીરના બીજા અંગો પર ઈજા પામવાથી પોતાના રોજગાર પર મહિનાઓ સુધી જઈ શકતા નથી ને ખોડખાપણ આવી જાય છે! શું તંત્ર કોઈ મોટી જાનહાનિ ની રાહ જોઈ રહ્યું છે??? આવા સવાલો લોક મુખે ચર્ચાઈ રહ્યા છે ને ફરીયાદો ઉઠી રહી છે!
સરકારી ખાતા ના સંકલન ની ખામી નો ભોગ આજ જનતા ભોગવી રહી છે! ને સમસ્યા નો સામનો કરવા ને જાન જોખમમાં મુકવા મજબુર છે! ખરે ખરે આ ગટર ના કવરો ની ગુણવત્તા તપાસવાની જવાબદારી કોની????
વિસાવડીયા વંડી વાળા રેલ્વે ફાટક થી રામભરોસા ચોક સુધી નો કેટલોક રોડ ખુબજ સાંકડો છે ને એમા પણ એક તરફ આ ગટર છે! રેલ્વે સ્ટેશન વાળો વિસ્તાર હોય અહીં ખુબજ ટ્રાફિક પણ રહેતો હોય લોકો ગટર ઉપરથી પોતાનુ વાહન ચલાવવા મજબુર હોય છે! રાત્રે સામેથી આવતા વાહનો ની લાઈટ પડતા વાહન ચાલકો ને રાહદારીઓ ખાસ કરીને વયોવૃદ્ધ માટે આ ખુલ્લી ગટર જાનનું જોખમ બની ગઈ છે! અને કેટલાક કીસાઓ ગટરમાં પડવાના બન્યા છે પણ હાલ તો ઈશ્ર્વર કૃપા કોઈ મોટી જાનહાનિ થઈ નથી તો આવુ થાય તે પહેલાં તંત્ર જાગે ને લોક સુખાકારી માટે કાંઈ યોગ્ય ને ઠોસ કદમ ઉઠાવે તેવી લોકો ઈચ્છી રહ્યા છે! આશા રાખીએ કે તંત્ર કોઈ યોગ્ય નિર્ણય સમયસર લેશ!

રીપોર્ટર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નીમીતે રાત્રીના જ્યોત પૂજન,મહાપુજા અને આરતી કરી ભક્તો શિવક્રુપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા

aapnugujarat

સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડમાં કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ

editor

સોમનાથ મંદિર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1