Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મંદિર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્રભક્તિ કરી દેશ વિદેશના યાત્રિકો ધન્ય બન્યા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર પરિસર ખાતે ધ્વજવંદન ડૉ. યશોધર ભટ્ટ (નાણાં ભંડોળ અને સંકલનકર્તા)ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ભારત માતાનું પૂજન, સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ. હતી.
આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર, અધિકારીગણ, કર્મચારીઓ અને સિક્યોરીટી સ્ટાફ, શ્રી સોમનાથ સુરક્ષાના અધિકારી સહિત સાથે સ્ટાફ જેમાં પોલીસકર્મીઓ, એસ.આર.પી, જી.આર.ડી તથા આર.એસ.એસ.સંઘના સભ્યો,તીર્થ પુરોહિત તથા બહોળી સંખ્યામાં યાત્રિકો પણ આ પ્રસંગે જોડાયા હતા.
આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટના બાળકો દ્વારા કરાટે,ડાન્સ અલગ-અલગ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવેલ.
શ્રી સોમનાથ મંદિર પરિસરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સભ્યો દ્વારા ઘોષવાદન કરવામાં આવેલ. પ્રજાસતાક પર્વે શ્રી સોમનાથ મહાદેવને સાયં વિશેષ ત્રિરંગા શ્રુંગાર કરવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

પ્રેમિકાના બાપની પ્રેમીએ હત્યા કરી

aapnugujarat

જૂનાગઢનાં સંત અમર દેવીદાસના પરબધામમાં અષાઢી બીજે ભક્તિના ઘોડાપૂર ઉમટશે

aapnugujarat

દેશવાસીઓના પ્રેમના લીધે કઠોર નિર્ણય લઇ શક્યા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1