Aapnu Gujarat
ગુજરાત

વાડજમાં બેફામ ડ્રાઈવિંગ કરતાં યુવકે બાળકીનો ભોગ લીધો

શહેરના વાડજ વિસ્તારમાં કિરણ પાર્ક પાસે વિજયક્રોસીંગ પાસે એક લબરમૂછિયા યુવકે પોતાની આઇ-૨૦ કાર બેફામ અને ગફલતભરી હંકારી નજીકમાં રમી રહેલી બે નાની બહેનોને અડફેટે લીધી હતી અને કાર નીચે કચડી હતી. જેમાં ૧૧ વર્ષીય ધ્રુવીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. જયારે બીજી બહેનને ગંભીર ઇજા પહોંચી હતી. આ સમગ્ર અકસ્માતની કરૂણાંતિકામાં ચોંકાવનારી વાત તો એ છે કે, કાર ચલાવનાર વ્યકિત લબરમૂછિયો બી.કોમનો વિદ્યાર્થી હતો. તેનાથી પણ આઘાતજનક વાત એ હતી કે, તેની પાસે લાઇસન્સ નહી હોવાછતાં જાહેરમાર્ગ પર તે આટલી પૂરપાટઝડપે કાર હંકારી રહ્યો હતો. બનાવને પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપી વિદ્યાર્થની સાથે સાથે તેને લાઇસન્સ નહી હોવાછતાં કાર ચલાવવા આપનાર તેના પિતા વિરૂધ્ધ પણ ફરિયાદ નોંધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને બાળકીના મોતને લઇ ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. ખાસ કરીને આવતીકાલે ઊતરાયણનો તહેવાર હોઇ તેના આગલા દિવસે જ એક પરિવાર પર જાણે આભ તૂડી પડયું હતુ અને પરિવારની એક બાળકી અકસ્માતમાં મોતને ભેટતાં પરિવારજનો ઉંડા આઘાતમાં ગરકાવ બન્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વાડજ વિસ્તારમાં કિરણ પાર્ક પાસે વિજયક્રોસીંગ નજીક બે નાની સગી બહેનો રમી રહી હતી ત્યારે લબરમૂછિયા વિદ્યાર્થી એવા કારચાલક પોતાની કાર બેફામ અને ગફલતભરી રીતે હંકારી બંને બહેનોને અડફેટે લીધી હતી., જેમાં ૧૧ વર્ષીય ધ્રુવી કાર નીચે ગંભીર રીતે ચગદાઇ ગઇ હતી અને તેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયુ હતું. જયારે બીજી બહેનને ગંભીર ઇજા થઇ હતી. કારચાલકે એક રીક્ષા અને ટુવ્હીલરને પણ અડફેટે લીધા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. બાળકીના મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી હતી. પોલીસની તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી હતી કે, બીકોમમાં ભણતાં આ વિદ્યાર્થી પાસે કારનું લાઇસન્સ ન હતું, છતાં તે કાર ચલાવી રહ્યો હતો, તેથી પોલીસે તેના પિતાની અને તેના આ પુત્ર એમ બંને વિરૂધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, એક વિદ્યાર્થીની ભૂલમાં એક પરિવાર ઊતરાયણના પર્વ ટાણે દુઃખ અને આઘાતની ગર્તામાં ધકેલાયો હતો, જેને લઇ સ્થાનિક લોકોમાં પણ શોકનો માહોલ છવાયો હતો.

Related posts

નાના લોકો માટે કામ કરવા ઇચ્છુક : મોદીની પ્રતિક્રિયા

aapnugujarat

શહેરા તાલુકાના લાભી ગામે કાચા રસ્તાથી ગ્રામજનોને હાલાકી

editor

મિશન અંત્‍યોદય હેઠળ વલસાડ જિલ્લાના ૮૦ ગામોને ગરીબીમુક્‍ત કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1