Aapnu Gujarat
Uncategorized

સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેંદ્રના આઉટ સોર્સ કર્મચારી દ્વારા આપવામાં આવ્યું આવેદન પત્ર

બરવાળાથી અમારા સંવાદદાતા ઉમેશ ગોરહવા જણાવે છે કે, બરવાળા તાલુકાના સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેંદ્રમાં ફરજ બજાવતા આઉટસોર્સના કર્મચારીઓને છેલ્લા ત્રણ માસનો પગાર ચુકવવામા ન આવેલ હોય તેમજ તેઓને અપાતો પગાર પણ પૂરતો ચુકવવામાં ન આવતો હોય તેઓને જે પગાર ચુકવાય છે તેમાથી ૫૬% જેટલા સર્વિસ ચાર્જના નામે કાપી લેવમા આવે છે તેમજ તમામ કર્મીઓએ આ મામલે અગાઉ 12 જાન્યુઆરી 2021 તેમજ 5 ફેબ્રુઆરી 2021 નારોજ બે વખત કલેક્ટર બોટાદ તથા જીલ્લા વિકાસ અધીકારી બોટાદ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી બોટાદને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી પરંતુ હજુ સુધી તેઓના પગાર મુદ્દે કોઇ નિરાકરણ ન આવતા આજરોજ બરવાળા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર બરવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડા અને ભીમનાથ તેમજ સાળંગપુર સહિતના તમામ આઉટસોર્સ કર્મચારીઓએ ઉગ્ર વિરોધ દર્શાવી આઉટસોર્સ નિતી માં શોષણ થઇ રહ્યું હોવાનું તેમજ એજંસી વાળા પગારને લઈ યોગ્ય જવાબ નહીં આપતાં હોવાનું તેમજ જ્યારે એજંસી પાસેથી પગારની માંગ કરાય છે ત્યારે બહાના બતાવતા હોવાનું જણાવી અને હાલમાં ચાલી રહેલી આઉટસોર્સ નિતી બંધ કરવાની માંગ સાથે પોતાના બાકી નીકળતા પુરતા પગાર વહેલી તકે ચૂકવાય તેવી માંગણી કરેલ છે વહેલી તકે પૂરતો પગાર ચૂકવવામા આવે તો આઉટસોર્સના કર્મચારીઓને હાલમાં પડતી આર્થિક હાલાકી માથી મુક્તિ મળી શકે તેમ હોવાથી પગારની ઉગ્ર માંગ સાથે આઉટસોર્સ નિતી બંધ કરવા અપીલ કરાઈ.

Related posts

CM e-dedicates and e-launches Rs.41.36-cr Bhavnagar Range IGP office, police lines

editor

મહેસાણા જિલ્લામાં ડ્રોન ટેકનોલોજીનો ખેતી કામમાં થશે ઉપયોગ

editor

ધોનીએ ૨૦૧૭માં ૭૯ની એવરેજ સાથે રન બનાવ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1