Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા યુથ વિંગની સ્થાપના

ધોરાજીમાં આજ રોજ ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન દ્વારા યુથ વિંગની સ્થાપના કરવામાં આવી હતી. સોરાષ્ટ્રનાં ઉપ પ્રમુખ ફિરોઝ લાકડીવાલા, ધોરાજી મેમણ જમાતના પ્રમુખ હાજી અફરોઝ લકડકૂટા, પોઠીયાવાલા જમાતના પ્રમુખ હાજી ઈમ્તિયાઝ પોઠીયાવાલા બકાલી જમાતના હાજી રઝાક ઘોડી સેક્રેટરી ફૈયાઝ બસમતવાલાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. મિટિંગની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી જેમાં યુથ વિંગના પ્રમુખ તરીકે હાજીયામીન એચ. ઝુણઝુણીયાની નિમણૂંક કરવામાં આવી સેક્રેટરી તરીકે રિયાઝ ભીમાણી શિક્ષણ વિભાગમાં અલફેઝ સાગા વેપાર વિભાગમાં સબીર મોતીવાલા જોઈન્ટ સેક્રેટરી તરીકે મોહસીન તેલી ખજાનચી તારીખે ઉવેશ દંધાલા ઈમરજન્સી વિભાગમાં ખલીલ ગોડીલ પીઆરઓ તરીકે મહેમુદ દંધાલાની નિમણુંક કરવામાં આવી હતી. આ યુથ વિંગમાં ૨૮ મેમ્બરને સાથે રાખી યુથ વિંગ બનાવામાં આવ્યો યુથ વિંગને શું કામગીરી કરવી ફેડરેશન તરફથી ગરીબ વિધવાઓ હાઉસિંગ લોન મેડિકલ સહાય ગરીબ દીકરીના લગ્ન માટે સહાય વગેરે માહિતી હાજી અફરોઝ લાકડકૂટા આપી હતી. આ તકે મેમણ મોટી જમાતના પ્રમુખ હાજી અફરોઝ લાકડકૂટા પોઠીયાવાલા જમાતના પ્રમુખ હાજી ઇમ્તિયાઝ પોઠીયાવાલા બકાલી જમાતના હાજી રઝાકભાઈ ઘોડી સૌરાષ્ટ્રના ઉપ પ્રમુખ ફિરોઝ લાકડીવાલા ઝોનલ સેક્રેજટરી ફૈયાઝ બસમતવાલા રાજકોટના ઝોનલ સેક્રેટરી અસલમ ભાઈબાવાની કાલાવડ ઝોનલ સેક્રેટરી સલીમ પારેખ બાસીત પટેલ હાજર રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

સોમનાથ ત્રિવેણી સંગમમાં યાત્રીકોની ‘કલા’ પક્ષી સાથે સેલ્ફી

aapnugujarat

धंधुका के पास बस की टक्कर से पिता-पुत्र की मौत

aapnugujarat

ચુડામાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1